Amit Shah Road Show/ ગાંધીનગર લોકસભામાં શાહની ‘ શાહી  ‘ સવારી

સાબરમતીથી વેજલપુર સુધીનો ભવ્ય રોડ શો

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય રોડ શોને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદના સાબરમતીથી વેજલપુર સુધી તેમણે રોડ શો કર્યો હતો. જેમાં મોટી જનમેદની ઉમટી પડી હતી. માનવ મહેરામણને પગલે ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

અમિત શાહના રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ તથા ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ શો દરમિયાન ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં લોકોનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાબરમતીમાં રોડ શો દરમિયાન ચારે ચરફ કેસરીયો લહેરાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.

અમિત શાહના અમદાવાદના મેગા રોડ શોમાં સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં રોડ શો યોજાયો હતો. અમિત શાહ રાત્રે વેજલપુરમાં જનસભાને સંબોધન કરશે.

રોડ શોમાં અમિત શાહના પત્ની તથા પુત્ર પણ જોડાયા હતા. તે સિવાય અલ્પેશ ઠાકોર, પ્રજિપસિંહ જાડેજા પણ આ ભવ્ય રોડ શોમાં જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભાની ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, આ બંને નેતાઓએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો:વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીનું મોત

આ પણ વાંચો:સી.આર.પાટીલ: વિજય મુહૂર્તનો સમય ચુકતા આવતીકાલે નામાંકન પત્ર ભરશે