Surat News/ સુરતના પલમોનાઝ જ્વેલરી શોરૂમમાં ચોરી, શટરનું લોક તોડી તસ્કર દાગીના લઈ ફરાર

સુરતના અડાજણમાં પલમોનાઝ જ્વેલરી શોરૂમ (Surat Palmona Jewellery Showroom Theft)માં વહેલી સવારે ચોરી. શટરનું લોક તોડી તસ્કર દાગીના લઈ ફરાર થયો. CCTVના આધારે પોલીસ તપાસ તેજ.

Top Stories Gujarat Surat Breaking News
Surat Palmona Jewellery Showroom Theft: શ્રદ્ધા કપૂર સાથે જોડાયેલા જ્વેલરી શોરૂમમાં ચોરી

Surat News: શહેરના પોશ અડાજણ વિસ્તારમાં આવેલી જ્વેલરી બ્રાન્ડ ‘પલમોનાઝ’ના શોરૂમ (Surat Palmona Jewellery Showroom Theft)માં વહેલી સવારે ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, એક તસ્કરે શોરૂમના મુખ્ય શટરનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ડિસ્પ્લેમાં રાખેલા દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર ( Shraddha Kapoor ) પલમોનાઝ બ્રાન્ડ (Palmona Jewellery Theft) સાથે સહ-સ્થાપક/પાર્ટનર તરીકે જોડાયેલી હોવાનું જણાવાય છે, જેના કારણે હાઇપ્રોફાઇલ શોરૂમ (Surat Palmona Jewellery Showroom Theft)માં બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Surat Palmona Jewellery Showroom Theft: શટરનું લોક તોડી શોરૂમમાં પ્રવેશ

મળતી માહિતી પ્રમાણે, 25 ઓગસ્ટની વહેલી સવારે એક શખ્સ શોરૂમ પાસે આવ્યો હતો. તેણે મુખ્ય શટરનું લોક તોડી શોરૂમમાં પ્રવેશ કર્યો હતો. અંદર પ્રવેશ્યા બાદ તસ્કરે ડિસ્પ્લેમાં રાખેલા કાચના બોક્સ તોડી નાખ્યા હતા. ત્યારબાદ તેમાં રહેલી જ્વેલરી સમેટી લઈને તે શોરૂમ (Surat Palmona Jewellery Showroom Theft)માંથી ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના શોરૂમમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક રીતે CCTV ફૂટેજમાં એક શખ્સ શોરૂમની અંદર પ્રવેશતો અને ચોરી કરતો જોવા મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Surat Jewellery Showroom Theft
Surat Jewellery Showroom Theft

કેટલા દાગીના ચોરાયા? સ્ટોક ઓડિટ બાદ થશે ખુલાસો

ચોરી થયેલા દાગીનાની ચોક્કસ કિંમત અંગે હાલમાં પોલીસ અને શોરૂમ સંચાલકો દ્વારા તપાસ ચાલી રહી છે. અડાજણ પોલીસ સ્ટેશનના PI એન.એ. ચાવડાના જણાવ્યા મુજબ, શોરૂમમાં વેચાતી જ્વેલરીના પ્રોડક્ટ્સ QR કોડ અને બારકોડ આધારિત લાઇવ સિસ્ટમ સાથે જોડાયેલા છે. કંપનીના સોફ્ટવેર અને સ્ટોક ડેટાની મદદથી હાલ કેટલો સ્ટોક ગાયબ છે તેની ગણતરી કરવામાં આવી રહી છે. સ્ટોક ઓડિટ પૂર્ણ થયા બાદ જ ચોરી થયેલી જ્વેલરીની ચોક્કસ સંખ્યા અને કુલ કિંમત સામે આવશે.

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે. પોલીસે શોરૂમની અંદરના CCTV ઉપરાંત આસપાસના વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસ માટે મેળવ્યા છે. તસ્કર શોરૂમ (Surat Palmona Jewellery Showroom Theft) સુધી કઈ દિશામાંથી આવ્યો હતો, ચોરી બાદ કઈ તરફ ભાગ્યો અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ કે સાગરીત હતો કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ત્રણથી વધુ ટીમો આરોપીની શોધમાં

આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ત્રણથી વધુ ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. CCTV ફૂટેજ, શોરૂમની આસપાસના કેમેરા અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તસ્કરની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ હવે ચોરીમાં એક જ વ્યક્તિ સંડોવાયેલી હતી કે તેની પાછળ કોઈ ગેંગ અથવા અન્ય સાગરીતો હતા તે દિશામાં પણ તપાસ કરી રહી છે.

હાઇપ્રોફાઇલ શોરૂમમાં ચોરીથી વેપારીઓમાં ચિંતા

અડાજણ જેવા પોશ વિસ્તારમાં આવેલી જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના સામે આવતા આસપાસના વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને વહેલી સવારે શટરનું લોક તોડી શોરૂમ (Surat Palmona Jewellery Showroom Theft)માં પ્રવેશ કરવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. હાલ પોલીસની તપાસ ચાલુ છે અને સ્ટોક ઓડિટ પૂર્ણ થયા બાદ ચોરી થયેલા દાગીનાની કુલ કિંમત અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. સાથે જ CCTV અને અન્ય પુરાવાના આધારે આરોપી સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે.


આ પણ વાંચો:સુરતમાં ‘ચણીયા ટોળી’નો તરખાટ! સાસુ-વહુ બની જ્વેલર્સમાં ઘૂસી 11 જોડી ઝાંઝરી ચોરી

આ પણ વાંચો:સુરત નક્ષત્ર સેફ હાઉસ સોનું ચોરી કાંડ: 206 તોલા સોનાની ચોરી પાછળ પિતા-પુત્રો અને લોકર બ્રેકરનું કાવતરું બહાર આવ્યું

આ પણ વાંચો:સુરત સિંગણપોર નક્ષત્ર સેફ વોલ્ટમાં ચોરીની આશંકા, લોકરધારકોમાં હાહાકાર; પોલીસ તપાસ શરૂ