Uttar Pradesh News : શાહજહાંપુર જિલ્લામાં મહાનગરપાલિકાના કેટલાક ચૂંટાયેલા સભ્યો (members)નો એક કથિત વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમા પાલિકાના કેટલાક સભ્યોએ ગંગાજળ હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી હોવાનો મામલો સામે આવ્યો છે કે ભ્રષ્ટાચારથી થતી કમાણી પણ સંપૂર્ણ ઈમાનદારીથી વહેંચવામાં આવશે. આ વિડીયો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પાલિકાના membersનો વિડીયો વાયરલ થતા રાજકીય વાતાવરણ ગરમ
સોશિયલ મીડિયા પર આ મામલાને લઈને ચર્ચા ચાલી રહી છે. સામાન્ય રીતે ગંગાજળ (Ganga water)હાથમાં લઈને સત્ય અને ઈમાનદારીના શપથ લેવામાં આવે છે, પરંતુ અહીં ભ્રષ્ટાચારની કમાણી વહેંચવા અંગેના શપથની વાત સામે આવતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
શાહજહાંપુર મહાનગરપાલિકા (Shahjahanpur Municipal Corporation)સાથે જોડાયેલા સભ્યોનો આ પ્રતિજ્ઞાનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. ગંગાજળ હાથમાં રાખીને લેવાયેલી પ્રતિજ્ઞામાં ભ્રષ્ટાચારથી મળતી કમાણીની વહેંચણી ઈમાનદારીથી કરવાની વાત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મામલે લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ તેની ચર્ચા તેજ બની છે.
ભ્રષ્ટાચારની કમાણીનો ઉલ્લેખ થતાં ઊભા થયા સવાલો
સભ્યો દ્વારા લેવાયેલા કથિત પ્રતિજ્ઞામાં ભ્રષ્ટાચારની કમાણીનો ઉલ્લેખ થતાં અનેક સવાલો ઊભા થયા છે. જાહેર પ્રતિનિધિઓ પાસેથી પારદર્શિતા અને ઈમાનદારીની અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે આ પ્રકારની પ્રતિજ્ઞા ચર્ચાનો વિષય બન્યી છે. આ મામલે સત્તાવાર રીતે શું કાર્યવાહી થાય છે અને સંબંધિત પક્ષો તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર પણ નજર રહેશે.
સોશિયલ મીડિયા પર લોકોએ વ્યક્ત કરી પ્રતિક્રિયા
આ ઘટનાની માહિતી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ તેને વ્યંગાત્મક અને ચોંકાવનારી ઘટના ગણાવી છે, જ્યારે કેટલાકે સમગ્ર મામલાની તપાસ કરવાની માગ ઉઠાવી છે. શાહજહાંપુરની આ ઘટના હવે માત્ર સ્થાનિક મુદ્દો ન રહીને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: જૂનાગઢ ભૂગર્ભ ગટર કૌભાંડ: 700 બોગસ બિલોમાં ₹150 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ
આ પણ વાંચો:સરકારી કચેરીમાં ક્યાં અને કેટલી લાંચ? ભારતીય વિદ્યાર્થીની Bribes.fyi વેબસાઇટ ખોલશે ભ્રષ્ટાચારની પોલ
આ પણ વાંચો:સિદ્ધપુરમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, રૂ.200ની લાંચ લેતા VCE ઝડપાયો!
