Not Set/ પીએમ મોદી ઈચ્છે છે કે 2019માં ચુંટણી લડે લાલકૃષ્ણ અડવાણી

બીજેપી પોતાના સાંસદો-ધારાસભ્યો માટે નક્કી કરવામાં આવેલી ઉમ્ર રેખાને તોડતા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 2019ની લોકસભા ચુંટણીમાં ઉભા રાખી શકે છે. એક બંગાળી અખબારના રીપોર્ટમાં જણાવાયુ છે કે નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે અડવાણી લોકસભા ચુંટણી લડે. આ ર્રીપોર્ત મુજબ મુરલી મનોહર જોશી અને બીજા વરિષ્ઠ નેતાઓને પણ પાર્ટી આગામી ચુંટણી લડાવી શકે છે. રીપોર્ટમાં […]

Top Stories India Politics

બીજેપી પોતાના સાંસદો-ધારાસભ્યો માટે નક્કી કરવામાં આવેલી ઉમ્ર રેખાને તોડતા વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને 2019ની લોકસભા ચુંટણીમાં ઉભા રાખી શકે છે. એક બંગાળી અખબારના રીપોર્ટમાં જણાવાયુ છે કે નરેન્દ્ર મોદી ઈચ્છે છે કે અડવાણી લોકસભા ચુંટણી લડે. આ ર્રીપોર્ત મુજબ મુરલી મનોહર જોશી અને બીજા વરિષ્ઠ નેતાઓને પણ પાર્ટી આગામી ચુંટણી લડાવી શકે છે.

રીપોર્ટમાં જણાવ્યું છે કે હમણા જ પીએમ મોદીએ 90 વર્ષીય અડવાણી સાથે દિલ્હી સ્થીત્ત એમના નિવાસ પર મુલાકાત કરી હતી અને અમિત શાહ પણ પ્રસ્તાવ લઈને એમને મળવા ગયા હતા.

અડવાણી ગઈ લોકસભા ચુંટણીમાં ગુજરાતના ગાંધીનગર માંથી વિજેતા થયા હતા, જોકે ત્યારબાદ તેઓ પાર્ટીમાં હાશિયા પર છે. અડવાણી અને જોશીને પાર્ટીના માર્ગદર્શક મંડળમાં મોકલી દેવામાં આવ્યા હતા, જેમાં તેમની સાથે પીએમ મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહ પણ શામેલ છે.

વરિષ્ઠ નેતાઓને લઈને બીજેપીની રણનીતિ પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે પાર્ટી ઉમેદવારોની ઉમરની જગ્યાએ એમની જીતવાની સંભાવનાઓ ધ્યાનમાં લઇ રહી છે.

ગયા મહીને કર્ણાટક વિધાનસભા ચુંટણીઓમાં પણ બીએસ યેદીયુરપ્પાને ઉમ્ર રેખામાંથી છુટ્ટી આપવામાં આવી હતી.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે  જ્યારે એનડીએના અમુક સાથી પક્ષો બીજેપીથી નારાજ છે.ચંદ્રબાબુ નાયડુની ટીડીપી બીજેપીથી અલગ થઇ ગઈ છે, શિવસેના અને જેડીયુ પણ અવાજ બુલંદ કરી રહ્યા છે, જયારે બીજેપી વિરોધી દળ રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન બનવવાની કોશિશ કરી રહ્યું છે.