Gujarat Local Body Election 2026/ રાજકોટ અને અમદાવાદમાં AAPના વિવાદાસ્પદ પોસ્ટરથી હંગામો

ચૂંટણીના મતદાન પહેલા જ આ પ્રકારના પોસ્ટરો(Poster) વાયરલ થતા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે

Gujarat
મતદાનના ગણતરીના કલાકો પહેલા જ શહેરમાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના વિવાદાસ્પદ પોસ્ટરો(Poster) જોવા મળતા રાજકીય માહોલ ગરમાયો છે

Gujarat Local Body Election 2026/ રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો પહેલા જ શહેરમાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના વિવાદાસ્પદ પોસ્ટરો(Poster) જોવા મળતા રાજકીય માહોલ ગરમાયો છે. આ પોસ્ટરોમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

પોસ્ટરો(Poster) વાયરલ થતા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ હરકતમાં આવ્યું

ચૂંટણીના મતદાન પહેલા જ આ પ્રકારના પોસ્ટરો(Poster) વાયરલ થતા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. આ ઘટનાને પગલે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે, જેના કારણે રાજકોટના રાજકારણમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

અમદાવાદમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આક્રમક ‘પોસ્ટર વોર’ જોવા મળી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા ભડકાવ અને વિવાદાસ્પદ પોસ્ટરો(Poster)એ વિવાદ સર્જ્યો છે. આ પોસ્ટરોમાં જ્ઞાતિ-જાતિ અને ધાર્મિક લાગણીઓને સ્પર્શતા લખાણો હોવાથી સ્થાનિક રાજકારણમાં મોટો ફાટો પડ્યો છે. ભાજપ દ્વારા આ પોસ્ટરોને હીન કક્ષાની રાજનીતિ ગણાવવામાં આવી છે, જ્યારે બીજી તરફ ચૂંટણીના ગણતરીના કલાકો બાકી હોવાથી આ પ્રકારની પોસ્ટરબાજીએ મતદારોના મન પર અસર પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સમગ્ર વિવાદ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ પ્રકારના પોસ્ટરો પાછળ વિરોધીઓનું કાવતરું હોઈ શકે છે અને ‘આપ’ની છબી ખરડવાનો આ પ્રયાસ છે. સાગર રબારીએ મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ પોતાની હાર ભાળી રહ્યો હોવાથી આવા ગતકડાં કરી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી વિકાસ અને શિક્ષણના મુદ્દે ચૂંટણી લડી રહી છે અને આવા નકારાત્મક પ્રચારથી જનતા ભરમાશે નહીં. આમ, સાગર રબારીના નિવેદન બાદ આ પોસ્ટર વિવાદે નવો વળાંક લીધો છે.


આ પણ વાંચો:‘UPમાં ભાજપ નબળી સ્થિતિમાં’, BJP નેતાના નિવેદનથી મચ્યો ખળભળાટ

આ પણ વાંચો:યુટ્યુબર ધ્રુવ રાઠી ફસાયા મુશ્કેલીમાં, મુંબઈ પોલીસે વિવાદાસ્પદ પોસ્ટ કેસમાં ઓમ બિરલાની પુત્રી વિરુદ્ધ FIR નોંધી

આ પણ વાંચો:PM મોદીએ આજે ​​મુંબઈની મુલાકાત લીધી, 29400 કરોડના MMRDA-BMC પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો