અમદાવાદમાં 4 જૂલાઈની રાત્રે ચાંદખેડા વિસ્તારમાં ફલેટના 14મા માળેથી 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાઇરલ થવાના ડરને કારણે મોતની છલાંગ લગાવી હતી. જોકે યુવતીનો વીડિયો પ્રેમી મોહિત અને હાર્દિકના મોબાઈલમાં કેવી રીતે પહોંચ્યો એ અંગે તપાસ ચાલી રહી છે.
ત્યાંજ હવે અમદાવાદના સોલામાં યુવક સામે દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાઈ છે. પ્રેમ સંબંધ દરમિયાન અંગત પળોનાં વીડિયો બનાવ્યો હતો. એક મહિનાં પહેલા યુવતીએ બીજા યુવક સાથે લગ્ન ક્યા. પ્રેમી સાથે સંબંધ તોડી નાખતા વીડિયો વાયરલ કર્યો હતો. યુવતીના માતા પિતા અને સંબંધીઓને અંગત પળોનાં વીડીયો મોકલ્યા હતા. જેના કારણે યુવતીનાં પતિએ તેને પિયરમાં પરત મોકલી દીધી હતી. યુવતીને લાગી આવતા ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દીપક વ્યાસ નામનાં યુવક સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
