બિપરજોય વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં Bipperjoy પ્રતિ કલાક 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાક 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો તો પણ બરબાદી આવી શકે છે. પવનની આટલી ઝડપ સામે શું ટકે તે મોટો સવાલ છે. તેથી કાંઠા વિસ્તારોના દરેક બાંધકામની કસોટી આ પવન લેશે. આમ છતાં આ એક સંભાવના છે. અન્ય નિષ્ણાતોનું માનવું છે કે દરિયાની સપાટી પરનો પ્રતિ કલાક 160થી પણ વધુ કિ.મી. ઝડપે ફૂંકાતો પવન જમીન પર આવશે ત્યારે પ્રતિ કલાક 70થી 80 કિ.મી. થઈ જશે.
દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર અશોક એસ હરમાએ જણાવ્યું હતું કે જિલ્લાની તમામ શાળાઓમાં 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. ‘હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 થી 15 જૂન સુધી દેવભૂમિ દ્વારકામાં પવનની ઝડપ 125 કિ.મી. સુધી પહોંચી શકે છે. ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે. અમે આ અંગે સાવચેત છીએ.
કચ્છનો માંડવી બીચ અને દેવભૂમિ દ્વારકાનો Bipperjoy શિવરાજપુર બીચ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસને ઓખા-બેટ દ્વારકા બોટ સેવા પણ સ્થગિત કરી દીધી છે. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના જિલ્લાઓમાં માર્કેટ યાર્ડમાં કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી વેપાર થશે નહીં.
કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ Bipperjoy જણાવ્યું હતું કે 72 ગામડાના લગભગ 8,300 લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામો કચ્છના ગાંધીધામ, માંડવી, અબડાસા, લખપત તાલુકામાં છે. આ લોકો દરિયાની પાંચ કિ.મી.ના પરિઘમાં રહે છે. એક SDRF ટીમ નલિયામાં નિયુક્ત કરવામાં આવી છે અને NDRFની બે ટીમોને માંડવી અને ગાંધીધામમાં નિયુક્ત કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. આગામી બે દિવસમાં જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં વધુ ટીમો તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે.
જયારે સોમવારથી શરૂ થનારી શાળા પ્રવેશ Bipperjoy પ્રક્રિયા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી અને જામનગર જિલ્લામાં સ્થગિત કરી દેવામાં આવી છે, વળી સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં તે બે દિવસ સુધી ઘટાડવામાં આવી છે. ચક્રવાતના પ્રભાવ હેઠળ, દરિયો તોફાની બન્યો હતો અને ગોમતીઘાટ, ચોરવાડ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં 20-20 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા હતા.
કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, Bipperjoy મોરબી, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં 15 જૂન સુધી અસર જોવા મળશે. આસપાસના વિસ્તારોના મકાનો તથા દરિયાકાંઠે રહેલી બોટને નુકસાન પહોંચી શકે છે. વાવાઝોડાને કારણે ફલાઈંગ ઓબ્જેક્ટ્સના કારણે સ્થિતિ વણસી શકે છે. વિઝિબલિટી પણ ઓછી હોવાની શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ બિપરજોય/ પ્રચંડ ગતિથી આગળ વધતુ બિપરજોયઃ દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા
આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ સાયક્લોન બિપરજોય ગુજરાત માટે આટલો મોટો ખતરો કેમ, ગામડાઓ ખાલી કરવા સિવાય સરકારની શું છે તૈયારી?
આ પણ વાંચોઃ North Korea Suicide/ ઉત્તર કોરિયામાં વધી રહેલા આત્મહત્યા કેસ મામલે તાનાશાહ કિંમ જોગે જાહેર કર્યું આ ફરમાન,જાણો
આ પણ વાંચોઃ Maharashtra/ મુંબઈની જુહુ ચોપાટીમાં 5 છોકરાઓ ડૂબ્યા,એકને બચાવી લેવાયો,ચાર હજુપણ લાપતા
આ પણ વાંચોઃ Chandrayaan 3/ ISROના અધ્યક્ષે ચંદ્રયાન-3ના લોન્ચને લઇને કરી આ મોટી જાહેરાત

