Not Set/ ડીસાના બજારમાં ફટાકડાની દુકાનમાં લાગી આગ, લાખોનો મુદ્દામાલ બળીને ખાખ

બનાસકાંઠા, બનાસકાંઠાના  ડીસાના બજારમાં ફટાકડાની દુકાનમાં  આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી ભયંકર હતી કે જેના કારણે આસપાસની દુકાનોમાં પણ આગ લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ જે દુકાનમાં આગ લાગી હતી તે દુકાન પરવાના વગર ચાલતી હતી અને ફાયરસેફ્ટીના કોઈ પણ નિયમોનું પાલન થઈ રહ્યું નહોતું. અચાનક આગ લાગતાં […]

Top Stories Gujarat Others Trending Videos

બનાસકાંઠા,

બનાસકાંઠાના  ડીસાના બજારમાં ફટાકડાની દુકાનમાં  આગ લાગી હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ એટલી ભયંકર હતી કે જેના કારણે આસપાસની દુકાનોમાં પણ આગ લાગી ગઈ હતી.

મળતી માહિતી મુજબ જે દુકાનમાં આગ લાગી હતી તે દુકાન પરવાના વગર ચાલતી હતી અને ફાયરસેફ્ટીના કોઈ પણ નિયમોનું પાલન થઈ રહ્યું નહોતું.

અચાનક આગ લાગતાં આજુબાજુના લોકો પાણીની ડોલો વડે આગ હોલવવાની કોશિશ કરી રહ્યા હતા, પણ આગ એટલી ઝડપથી વધી રહી હતી કે આજુબાજુની દુકાનો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી ગઈ હતી પરંતુ ત્યાં સુંધીમાં લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.