Somnath News: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-ઉના હાઇવે પર શુક્રવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો, જ્યારે નેશનલ હાઇવે પર અચાનક ભેંસ આડી આવી. આ અકસ્માતમાં બાઇક પર સવાર પતિ-પત્ની ભેંસ સાથે અથડાતાં ગંભીર રીતે ઘાયલ થયા. બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા .
અકસ્માતની વિગતમાં
શુક્રવારે રાત્રે ઉના તરફ જતા હાઇવે પર ભેંસ અચાનક રસ્તા પર આવી, અડફેટે બાઇક ચાલકનું સંતુલન ખોરવાયું. બાઇક પર સવાર પતિ-પત્ની રસ્તા પર પટકાતાં ગંભીર ઇજાઓ થઈ. બંનેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
[fvplayer id=”10″]
સ્થાનિક પ્રતિક્રિયા
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા . ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
[fvplayer id=”11″]
પોલીસ તપાસમાં જાણ
ઉના પોલીસે ઘટનાસ્થળે પહોંચી, અકસ્માતનું કારણ શોધવા તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં ભેંસના રસ્તા પર આવવાને કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું.
[fvplayer id=”12″]
હાઇવે પર પશુઓનો ઉપદ્રવ
કોડીનાર-ઉના હાઇવે પર ઠેકઠેકાણે પશુઓ ચરતા જોવા મળે છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ગત મહિનામાં પણ આ હાઇવે પર ડોલાસા ગામ નજીક કાર અને ટ્રકની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા હતા.
આસપાસના ખેડૂતોની બેદરકારી
હાઇવેની આસપાસ ખેડૂતો દ્વારા પશુઓને ચરાવવામાં આવે છે, જે રસ્તા પર નીકળી આવે છે. આવી ઘટનાઓ અટકાવવા પોલીસ અને સ્થાનિક વહીવટે ખેડૂતો સામે કાર્યવાહી કરવાની જરૂર છે.
સ્થાનિક લોકોની માંગ
હાઇવે પર પશુઓની હાલચાલ રોકવા ફેન્સિંગ, ચેકપોસ્ટ અને જાગૃતિ અભિયાનની માંગ ઉઠી છે. કોડીનાર-ઉના હાઇવે પર ભેંસના કારણે થયેલો આ અકસ્માત હાઇવેની સુરક્ષાને લગતી ગંભીર સમસ્યા ઉજાગર કરે છે. પશુઓની અવરજવરને કારણે વારંવાર થતા અકસ્માતો રોકવા માટે સ્થાનિક વહીવટ અને પોલીસે કડક પગલાં લેવા જરૂરી છે. ઘાયલ પતિ-પત્નીની સ્થિતિ પર હોસ્પિટલમાં સારવાર ચાલુ રહેશે. પોલીસની તપાસ આગળ થઈ રહી છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
