Loksabha Election 2024/ LIVE: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોમાં પત્ની અને પુત્ર પણ જોડાયા

પોતાના વ્યસ્ત પ્રવાસ વચ્ચે અમિત શાહ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાથી……..

Top Stories Gujarat
Image 11 LIVE: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોમાં પત્ની અને પુત્ર પણ જોડાયા

LIVE
Ahmedabad News:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે કલોલ પહોંચ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર કરીને કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કરાયું છે. રોડ શોમાં અમિત શાહના પત્ની અને પુત્ર પણ જોડાયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર અમિત શાહ આજે તેમના મતવિસ્તારમાં રોડ શો કરશે અને રેલીને સંબોધશે. આ પછી શાહ આવતીકાલે 19મી એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી વિજયમુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. શાહ રોડ શો આજે સવારે 8 કલાકે સાણંદથી શરૂ કરશે, 9.30 કલાકે કલોલ આવશે. બપોરે 3 કલાકે સાબરમતી, 4.30 કલાકે ઘાટલોડિયા, 5.30 કલાકે નારણપુરા અને સાંજે 6.30 કલાકે વેજલપુર જશે. રોડ શોનું સમાપન કરી જાહેર સભા યોજશે.

જુઓ મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીત

અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક હેઠળની લગભગ અડધો ડઝન વિધાનસભા બેઠકો પર ગુરુવારે યોજાનાર તેમના વિજય શંખનાદ રોડ શોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખ મતોના માર્જિનથી ચૂંટણી જીતાડવાનું લક્ષ્ય રાખ્યું છે. આજે સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કરી સાતેય વિધાનસભા બેઠકને આવરી લેશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે.

નારાજ રાજપૂત સમાજના નેતાઓને મળી શકે છે. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેનાના અધિકારીઓ હજુ પણ રૂપાલાની ટિકિટ કાપવા પર મક્કમ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજપૂત આગેવાનો સાથે વાટાઘાટો કરી છે, પરંતુ રૂપાલાના નામાંકન બાદ પણ રાજપૂત આગેવાનો પોતાની માગ પર અડગ છે. શાહ તેમની મુલાકાત દરમિયાન રાજપૂત નેતાઓને મળીને મનાવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી