POK/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, POK બોર્ડર પર 4 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપતાં જણાવ્યું કે, કુપવાડાના મચ્છલ સેક્ટરના બ્લેક ફોરેસ્ટમાં કેટલાક આતંકવાદીઓ પીઓકેથી ભારતની સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા. જે બાદ તેને ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં તે રોકાયા ન હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

Top Stories India Trending
POK

જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે કુપવાડામાં અહીં મચ્છલ સેક્ટરના કાલા જંગલમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા, જેઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરથી અમારી સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજી તરફ આ પહેલા પણ કુપવાડા જિલ્લામાં જ સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા.

તાજેતરમાં જ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે 

આ પહેલા સુરક્ષા દળોએ બહરાબાદ હાજિનમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. સુરક્ષા દળોએ તેની પાસેથી બે ચાઈનીઝ હેન્ડગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. બાંદીપોરા પોલીસ, 13 RR અને CRPF 45BN બટાલિયન દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ મામલામાં આતંકવાદી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને UA (P) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

1 જૂનના રોજ લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી 

અગાઉ 1 જૂનના રોજ, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં બે લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફ્રેસ્ટિહાર વારીપોરા ગામમાં આતંકવાદીઓની હિલચાલ વિશેની ચોક્કસ માહિતીને પગલે સુરક્ષા દળોએ ફ્રેસ્ટિહાર વારીપોરા ચારરસ્તા પર મોબાઈલ વ્હીકલ ચેકપોઈન્ટ (MVCP) સ્થાપિત કરી હતી. આ દરમિયાન ક્રોસિંગ તરફથી આવતા બે શકમંદોએ સુરક્ષાકર્મીઓને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો:Political news/વિપક્ષી દળોની બેઠક પર ભાજપનો ટોણો, પોસ્ટર બહાર પાડી રાહુલ ગાંધીની ઉડાવી મજાક, જુઓ તસવીરો

આ પણ વાંચો: Political/NCPના વડા શરદ પવારે કહ્યું ઇન્દિરા ગાંધી શક્તિશાળી વડાપ્રધાન હતા, દેશને ગૌરવ અપાવ્યું

આ પણ વાંચો: Political/કોંગ્રેસે ભાજપ-શિંદે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ,મહારાષ્ટ્રમાં પણ મણિપુર જેવી સ્થિતિ બનાવવા માંગે છે

આ પણ વાંચો: Air India/એર ઈન્ડિયાના કોકપિટમાં ગર્લફ્રેન્ડને બોલાવનાર પાઈલટ પર મોટી કાર્યવાહી,એક વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ

આ પણ વાંચો:Political/‘કોંગ્રેસ સમર્થન નહીં આપે તો…’, વિપક્ષની બેઠક પહેલા વટહુકમ પર AAPનું અલ્ટીમેટમ