Not Set/ અડધી રાતે જેલમુક્ત થયેલાં રાવણે કહ્યું અમે ભાજપને હરાવીશું

સહારનપુર,યુપી ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણે જેલમાંથી મુક્ત થતાની સાથે જ ભાજપ પર પ્રહાર કર્યા હતો. ચંદ્રશેખરે જેલમુક્ત થતાની સાથે જ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, અમે ભાજપને હરાવીશું. ચંદ્રશેખરે પોતાના હાથમાં બંધારણની એક પ્રતને દર્શાવતા જણાવ્યુ કે હજી તો લડાઈ શરુ થઈ છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાવણને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ […]

India
rawan અડધી રાતે જેલમુક્ત થયેલાં રાવણે કહ્યું અમે ભાજપને હરાવીશું

સહારનપુર,યુપી

ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર ઉર્ફે રાવણે જેલમાંથી મુક્ત થતાની સાથે જ ભાજપ પર પ્રહાર કર્યા હતો. ચંદ્રશેખરે જેલમુક્ત થતાની સાથે જ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, અમે ભાજપને હરાવીશું. ચંદ્રશેખરે પોતાના હાથમાં બંધારણની એક પ્રતને દર્શાવતા જણાવ્યુ કે હજી તો લડાઈ શરુ થઈ છે.

ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાવણને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ જેલભેગો કરવામાં આવ્યો હતો.16 મહિના બાદ ચંદ્રશેખર રાવણને ગત મોડી રાત્રે ૦૨-૨૪ વાગ્યે જેલથી મુક્ત કરવામાં આવ્યો. ચં

દ્રશેખરની ગત વર્ષે સહારનપુરમાં થયેલ જાતીય હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.  ચંદ્રશેખરે જેલમુક્ત થતા જ પોતાના સમર્થકોને સંબોધન કર્યુ અને જણાવ્યુ કે, ચુંટણીમાં ભાજપને હરાવીશું. ઉત્તરપ્રદેશની ભાજપ સરકારના આ નિર્ણયને ૨૦૧૯ની ચુંટણીનો જ એક દાવ માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે, લોકસભા ચુંટણી પહેલા ભીમ આર્મી અને દલિતોની નારાજગી દૂર કરવા માટે યોગી સરકારે આ નિર્ણય લીધો છે. જો કે, જેલમુક્ત થતા જ ચંદ્રશેખરે જે રીતે ભાજપ પર નિશાન સાધ્યુ છે, તેનાથી ભાજપનો આ દાવ ક્યાંક ઉંધો પડે તેવુ પણ લાગી રહ્યુ છે. ભીમ આર્મીનો વેસ્ટ યૂપીમાં ખૂબ જ દબદબો છે.