Not Set/ આ ધારાસભ્ય આખી રાત સ્મશાનમાં સુઈ રહ્યાં, કારણ જાણશો તો ચોકી જશો

ગોદાવરી, આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના ધારાસભ્ય મજૂરોમાં ભૂતનો ડર કાઢવા માટે સ્મશાનમાં ઊંઘી ગયા હતા. આ બનાવ માની શકાય તેવો નહતો પણ સચ્ચાઈ એ હતી કે એમએલએ સાહેબે સ્મશાનમાં જ રાત કાઢી હતી. આંધ્ર પ્રદેશના પાલાકોલ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય નિમ્માલા રામા નાયડૂએ  શુક્રવારના રોજ સ્મશાનમાં જ એટલે રાત વિતાવી હતી […]

India Trending
phpThumb generated thumbnail આ ધારાસભ્ય આખી રાત સ્મશાનમાં સુઈ રહ્યાં, કારણ જાણશો તો ચોકી જશો
ગોદાવરી,
આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના ધારાસભ્ય મજૂરોમાં ભૂતનો ડર કાઢવા માટે સ્મશાનમાં ઊંઘી ગયા હતા.
આ બનાવ માની શકાય તેવો નહતો પણ સચ્ચાઈ એ હતી કે એમએલએ સાહેબે સ્મશાનમાં જ રાત કાઢી હતી.
આંધ્ર પ્રદેશના પાલાકોલ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય નિમ્માલા રામા નાયડૂએ  શુક્રવારના રોજ સ્મશાનમાં જ એટલે રાત વિતાવી હતી જેથી કરીને અહીં કામ કરતા મજૂરોમાંથી ભૂતપ્રેતનો ભય નીકળી જાય.રામા નાયડુએ રાત્રી ભોજન પણ સ્મશાનમાં કર્યું હતું.
ટીડીપીના ધારાસભ્યએ આવું પગલું એટલા માટે ભર્યું કારણ કે, સ્મશાનના નવીનીકરણમાં લાગેલા મજૂરોની અંદર ભૂતનો ડર દૂર કરી શકાય.
નાયડૂએ જણાવ્યું કે, ‘હું આ જગ્યાએ બે-ત્રણ દિવસ સૂવાનો છું. જેનાથી અહીં કામ કરતા શ્રમિકોમાં આત્મવિશ્વાસ વધશે અને ભૂતોનો ડર નીકળશે.
ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે, આ સ્મશાનમાં  મૃતકોના અંતિમ સંસ્કાર માટે જરૂરી સુવિધાઓ નથી. વરસાદ દરમિયાન આખા સ્મશાનમાં પાણી ભરાઈ જાય છે અને જગ્યા પગ મૂકવા લાયક પણ નથી રહેતી. અંતિમ સંસ્કાર બાદ લોકોને સ્નાન કરવા માટે પાણીની સુવિધા નથી. સ્મશાનની એકદમ બાજુમાં મોટી કચરાપેટી છે જેમાંથી બહુ વાસ આવે છે.
આઠ મહિના પહેલા ધારાસભ્યને સરકાર દ્વારા  3 કરોડ રૂપિયાની રકમ મળી હતી જેથી તેઓ આ જગ્યાએ એક નવું સ્મશાન તૈયાર કરાવી શકે. દુર્ભાગ્યવશ કોઈ ઠેકેદાર કામ માટે ના આવ્યા, જો કે, અમે બે વાર ટેન્ડર બહાર પાડ્યા. આખરે નાયડૂ લગભગ બે મહિના પહેલા કામ માટે એક ઠેકેદારની વ્યવસ્થા કરવામાં સફળ રહ્યા પરંતુ મજૂરો ભૂતોના ભયથી  ડરેલા હતા.