Not Set/ અમદાવાદ: પતંજલિ મેગાસ્ટોર પર દરોડા, 30 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત

અમદાવાદ, મળતી માહિતી મુજબ અમદાવાદના વિવિધ ક્ષેત્રો પરના પતંજલિ મેગા સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરનાં 10 થી વધુ પતંજલિ મેગા સ્ટોર પર અધિકારી તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં શહેરના પતંજલિ મેગા સ્ટોર્સ પરથી 30 કિલોથી વધારે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત પલાસ્ટીકને જપ્ત કરી અને જે સ્ટોર પરથી […]

Ahmedabad Gujarat
Screenshot 2018 06 26 01.33.12 અમદાવાદ: પતંજલિ મેગાસ્ટોર પર દરોડા, 30 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત

અમદાવાદ,

મળતી માહિતી મુજબ અમદાવાદના વિવિધ ક્ષેત્રો પરના પતંજલિ મેગા સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરનાં 10 થી વધુ પતંજલિ મેગા સ્ટોર પર અધિકારી તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં શહેરના પતંજલિ મેગા સ્ટોર્સ પરથી 30 કિલોથી વધારે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

પ્રતિબંધિત પલાસ્ટીકને જપ્ત કરી અને જે સ્ટોર પરથી પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓ જેના પર પ્રતિબંધ છે, તે જોવા મળી હતી તે બાબતે તે સ્ટોર્સને 1.25 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાના કારણે તેનો ઉપયોગ ગેરકાદેસર ગણવામાં આવશે.જેની સૂચના શહેરભરમાં મળી હોવા છતાં પણ પતંજલિ મેગા સ્ટોર્સ પર ખુલ્લે આમ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હતો.

શહેરના મુખ્ય કેન્દ્રો પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં પતંજલિ મેગા સ્ટોર પણ સંમિલિત છે. એવામાં ઈન્ક્મટેક્સ, આરટીઓ, નવરંગપુરા, શ્યામલ નજીકના સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જયારે અન્ય ક્ષેત્રો પર નજર દોડાવવામાં આવે તો આનંદનગર, ઇસનપુર, મણિનગર સ્થિત સ્ટોર પર અધિકારી તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને ગેરકાયદેસર વપરાતા પ્લેસ્ટોક સ્ટોર પર કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે વાત કરવામાં આવે તો 5 જુનનાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે અમદાવાદ શહેરનનાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે શહેરભરમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવવામાં આવશે. ગુજરાત રાજ્યમાં સર્વ પ્રથમ રાજકોટમાં કલેક્ટર બંછાનિધિપાનીનાં નેતૃત્વ હેઠળ આવો સુઆદેશ પસાર કરવામાં આવ્યો હતો કે રાજકોટમાં પર્યાવરણને અનુલક્ષીને જોતા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

ત્યારબાદ આ ઝુંબેશ અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવી હતી. અત્યારના સમયે ગુજરાત સરકારે પર્યાવરને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં 10 મોટા નગરો અને યાત્રાધામોમાં ગુટખા અને પ્લાસ્ટિકની બેગનાં વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે.

5 જૂનના રોજથી અમદાવાદ શહેરમાં તથા ગુજરાતના અન્ય જિલ્લાઓનાં શહેરોમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.