Not Set/ જૂનાગઢ : લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

જુનાગઢની પરિક્રમાનો ભારતીય સંસ્કૃતિમાં અનેરો મહિમા છે.જયાં દેશ વિદેશમાંથી લાખો ભાવિક ભકતો ભોળાનાથના દર્શન માટે અને પરિક્રમા માટે ઉમટી પડે છે. લીલી પરિક્રમાની શરૂઆત એ ભવનાથ તળેટીથી કરવામાં આવે છે. અહિયાં દૂધેશ્વર મહાદેવ મંદિર આવેલ છે ત્યાં દર્શન કરીને તમે આ લીલી પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. લીલી પરિક્રમા એ કુલ 36 કિલોમીટરનો રસ્તો છે. […]

Top Stories Gujarat Others
JND Parikrama 2 જૂનાગઢ : લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

જુનાગઢની પરિક્રમાનો ભારતીય સંસ્કૃતિમાં અનેરો મહિમા છે.જયાં દેશ વિદેશમાંથી લાખો ભાવિક ભકતો ભોળાનાથના દર્શન માટે અને પરિક્રમા માટે ઉમટી પડે છે. લીલી પરિક્રમાની શરૂઆત એ ભવનાથ તળેટીથી કરવામાં આવે છે. અહિયાં દૂધેશ્વર મહાદેવ મંદિર આવેલ છે ત્યાં દર્શન કરીને તમે આ લીલી પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. લીલી પરિક્રમા એ કુલ 36 કિલોમીટરનો રસ્તો છે. આ પરિક્રમા દરમિયાન તમને ગિરનારના ગાઢ જંગલો અને તેની સુંદરતાના દર્શન થશે. જંગલના રસ્તામાં તમને વાંસના જંગલો, સુંદર અને નયનરમ્ય ઝરણાંઓ વગેરે જેવી સુંદર જગ્યાઓ જોવા મળશે. જો તમને કુદરતી સુંદરતા માણવાનો અને તેના સાનિધ્યમાં રહેવું ગમતું હોય તો આ જગ્યા અને આ સમય એ તમારી માટે સૌથી સુંદર સમય છે. આ સંપૂર્ણ પરિક્રમા દરમિયાન તમને ઘણાબધા મંદિરોના દર્શન થશે.

JND Parikrama e1542549154920 જૂનાગઢ : લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
mantavyanews.com

દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી આ રસ્તો ખુલ્લો મુકવામાં આવે છે. આ વર્ષે આ લીલી પરિક્રમા એ 19 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ચાલવાનો છે. આ સમય દરમિયાન અનેક લોકો આ પરિક્રમામાં ભાગ લેતા હોય છે. અહિયાં વિવિધ જાતિ અને વિવિધ ધર્મના લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ભાગ લેતા હોય છે.

જુનાગઢની આ પરિક્રમામાં જોડાવા માટે તમારે ગુજરાત એસટી દ્વારા જુનાગઢ પહોચવાનું રહેશે. તમે ઈચ્છો તો પ્રાઇવેટ સાધન દ્વારા પણ અહિયાં જઈ શકો છો. બહુ દુરથી આવતા લોકો એ ટ્રેન દ્વારા પણ અહિયાં પહોચતા હોય છે.