IPL 2024/ ગુજરાત ટાઇટન્સના યુવા કેપ્ટન શુભમન ગિલ, જીતના જશ્ન બાદ CSK સામે મળી કારમી હાર, આપી પ્રતિક્રિયા

IPL 2024 સિઝનમાં ગુજરાત ટાઇટન્સના યુવા કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ ગુજરાત ટાઇટન્સે બીજી મેચમાં CSK સામે કારમી હારનો સામનો કરવો પડ્યો.

Top Stories Sports
Beginners guide to 2024 03 27T123939.137 ગુજરાત ટાઇટન્સના યુવા કેપ્ટન શુભમન ગિલ, જીતના જશ્ન બાદ CSK સામે મળી કારમી હાર, આપી પ્રતિક્રિયા

IPL 2024 સિઝનમાં ગુજરાત ટાઇટન્સના યુવા કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ ગુજરાત ટાઇટન્સે બીજી મેચમાં CSK સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. CSK સામે હાર મળતા શુભમન ગિલની કેપ્ટન્સી ગુજરાત માટે કાળા ડાઘ સમાન ગણવામાં આવે છે. કારણ કે ગુજરાત ટાઈટન્સ બહુ મોટા માર્જીન સામે CSK સામે હાર મેળવી હતી. ટીમનો ખેલાડીઓમાં લડત આપવાની ભાવના ના દેખાતા કેપ્ટન શુભમનની ટિકા થઈ રહી છે. જ્યારે રુતુરાજની કેપ્ટન્સીમાં CSKએ પ્રથમ વખત આ ટીમ સામે મોટી સિદ્ધિ નોંધાવી છે. મહત્વનું છે કે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને ટીમમાં યુવાનો પ્રથમ વખત કેપ્ટનશિપ કરી રહ્યા છે. શરૂઆતની બંને મેચો જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ નવા અને યુવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.

CSKનું પ્રદર્શન હંમેશા શાનદાર
CSKએ ગુજરાતની ટીમને 63 રને હરાવ્યું હતું . ગુજરાત ટાઇટન્સની આ ત્રીજી સિઝન છે અને રનની દ્રષ્ટિએ આ તેમની અત્યાર સુધીની સૌથી મોટી હાર કહી શકાય. આ પહેલા 2023માં ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે 23 રનથી હારી ગઈ હતી. આ મેચમાં CSKએ પહેલા રમતા 206 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 143 રન જ બનાવી શક્યું હતું. જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ પહેલા 2022 થી 2024 દરમિયાન IPLના ગ્રુપ સ્ટેજમાં ત્રણ વખત ટકરાયા હતા. પરંતુ દરેક વખતે ચેન્નાઈને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પ્રથમ વખત યલો આર્મીએ ગ્રુપ સ્ટેજમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. આ સિવાય ચેન્નાઈએ ગયા વર્ષે ક્વોલિફાયર 1 અને ફાઈનલ મેચમાં બે વખત ગુજરાતને હરાવ્યું હતું.

CSK vs GT Playing 11, IPL 2024 Match 7: Chennai Super Kings vs Gujarat  Titans Preview, Team News, Lineup - myKhel

 

ચેન્નાઈ સુપર કિંગ્સે તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં પ્રથમ બે મેચ રમી છે. ટીમે બંનેમાં જીત મેળવી છે. સીએસકેએ પ્રથમ મેચમાં આરસીબીને હરાવ્યું હતું. ત્યાર બાદ બીજી મેચમાં ગુજરાતને ડિફેન્ડિંગ ચેમ્પિયન સામે પરાજય આપ્યો હતો. યુવા સુકાની રુતુરાજ ગાયકવાડની સુકાનીની શરૂઆત સારી થઈ છે. આ જીત સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર આવી ગઈ છે.

RETAINED! We reveal the first look of the GT squad for IPL 2024

‘કેપ્ટન તરીકે મને ઘણી નવી વસ્તુઓ શીખવા મળી’  ગિલની પ્રતિક્રિયા
શુભમન ગિલે કહ્યું કે આટલી મોટી હારથી અમે નિરાશ છીએ. આ ફોર્મેટમાં, 10-15 રન ઓછા કે ઓછા હોઈ શકે છે, પરંતુ અંતે તમારે જોવું પડશે કે તમારી વિરોધી ટીમે કેટલો સ્કોર બનાવ્યો છે? આ વિકેટ પર અમે વિપક્ષી ટીમને 190-200 રન સુધી સીમિત કરવા માંગતા હતા, અમે વિચારી રહ્યા હતા કે આ સ્કોર હાંસલ કરી શકાશે. જો કે, અમારા બોલરો માટે આ એક મોટો પાઠ છે. જો અમને ટૂર્નામેન્ટની શરૂઆતમાં આવી મેચો મળે તો તે સારું છે કારણ કે આ પ્રકારની રમતનો અનુભવ મહત્વની મેચોમાં કામ લાગે છે. શુભમને વધુમાં કહ્યું કે મને હંમેશા વિશ્વાસ હતો કે અમે 190-200 રનનો પીછો કરીશું. પરંતુ મને લાગે છે કે અમે બેટિંગમાં વધુ સારું કરી શક્યા નથી. એક કેપ્ટન તરીકે મને ઘણી નવી વસ્તુઓ શીખવા મળી રહી છે. ગુજરાત ટાઇટન્સ જેવી ટીમની કેપ્ટનશિપ ખરેખર એક શાનદાર અનુભવ છે. અમે સતત બે વખત ફાઇનલમાં પહોંચ્યા છીએ, તેથી અમે ખૂબ જ ઉત્સાહી છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત