Not Set/ વાઘોડિયા પોલીસ મથકમાં લાગી આગ, લોકઅપમાં રહેલ આરોપીઓને બચાવી લેવાયા

વડોદરા, વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકમાં પી.એસ.આઈ.ની ચેમ્બરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકઅપમાં રહેલ આરોપીઓ એક સમયે ફસાઈ ગયા હતા. જેમને હાજર સ્ટાફે સમય સૂચકતા વાપરી બહાર કાઢી અન્ય લોકઅપમાં ખસેડયા હતા અને આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ વાઘોડિયા પોલીસ મથકે […]

Top Stories Gujarat Vadodara
mantavya 17 વાઘોડિયા પોલીસ મથકમાં લાગી આગ, લોકઅપમાં રહેલ આરોપીઓને બચાવી લેવાયા

વડોદરા,

વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકમાં પી.એસ.આઈ.ની ચેમ્બરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેને વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકઅપમાં રહેલ આરોપીઓ એક સમયે ફસાઈ ગયા હતા.

mantavya 18 વાઘોડિયા પોલીસ મથકમાં લાગી આગ, લોકઅપમાં રહેલ આરોપીઓને બચાવી લેવાયા

જેમને હાજર સ્ટાફે સમય સૂચકતા વાપરી બહાર કાઢી અન્ય લોકઅપમાં ખસેડયા હતા અને આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

mantavya 19 વાઘોડિયા પોલીસ મથકમાં લાગી આગ, લોકઅપમાં રહેલ આરોપીઓને બચાવી લેવાયા

ફાયર બ્રિગેડની ટીમ વાઘોડિયા પોલીસ મથકે પહોંચે તે પહેલાં જ પીએસઆઇની ચેમ્બર સળગીને ખાખ થઈ હતી.

mantavya 20 વાઘોડિયા પોલીસ મથકમાં લાગી આગ, લોકઅપમાં રહેલ આરોપીઓને બચાવી લેવાયા

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પોલીસ મથકમાં જવાનો એક જ રસ્તો જે અને તેજ રસ્તામાં પી.એસ.આઈ.ની ચેમ્બર છે. જેમાં આગ લાગી હતી આગનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી પણ આગ શોટસર્કિટના કારણે લાગી હોય તેવું આનુમાન છે.