Not Set/ ગુજરાતભરમાં લાગશે 440 વોલ્ટનો ઝટકો : આ છે કારણ …!

રાજ્ય સરકારને વીજળી પહોંચાડતી અદાણી, એસ્સાર અને ટાટાએ કોલસાના ભાવ વધારાનું કારણ આગળ ધરીને વીજળી આપવાનું બંધ કર્યું છે. જેથી રાજ્ય સરકારે કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખતા વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ 40 થી 80 પૈસા વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયની સીધી અસર ગ્રાહકો પર પડશે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ત્રણેય કંપનીને ભાવ વધારો કરવાનો […]

Top Stories Gujarat
shutterstock 565023088 small ગુજરાતભરમાં લાગશે 440 વોલ્ટનો ઝટકો : આ છે કારણ ...!

રાજ્ય સરકારને વીજળી પહોંચાડતી અદાણી, એસ્સાર અને ટાટાએ કોલસાના ભાવ વધારાનું કારણ આગળ ધરીને વીજળી આપવાનું બંધ કર્યું છે. જેથી રાજ્ય સરકારે કમિટીની ભલામણોને ધ્યાનમાં રાખતા વીજળીના ભાવમાં પ્રતિ યુનિટ 40 થી 80 પૈસા વધારાને મંજૂરી આપી છે.

સરકારના આ નિર્ણયની સીધી અસર ગ્રાહકો પર પડશે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ત્રણેય કંપનીને ભાવ વધારો કરવાનો ઇન્કાર કર્યો છે. ત્યાર બાદ રાજ્ય સરકારે કમિટીની રચના કરી હતી. આ કમિટીની ભલામણોનો સરકારે મહદઅંશે સ્વીકાર કર્યો છે.

સરકાર હવે ત્રણેય કંપનીઓને બોલાવીને સુધારેલા દર સાથેનો નવો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કરશે. જેમાં એવી શરત મુકાશે કે 10 વર્ષ પછી આ પીપીએ રદ કરવાનો સરકારને સંપૂર્ણ અધિકાર રહેશે. વીજળીની ખરીદી અંગે પણ સરકારનું નિયંત્રણ રહેશે. હાલ કોલસાનો ભાવ પ્રતિ મેટ્રિક ટન 100 ડોલર છે, 110 ડોલર સુધીનો ભાવ થાય ત્યાં સુધી જ વધારાનો ભાવ કંપનીઓને મળશે.