Not Set/ કૉંગો ફીવરના હાહાકાર વચ્ચે, વડોદરામાં  લેપ્ટોસ્પાયરોસીસનો  કેસ આવ્યો સામે 

વડોદરા શહેરમાં તાજેતરમાં આવેલા પુરના પાણી ઓસરયા બાદ સયાજી હોસ્પીટલમાં દાખલ થયેલી મહિલાનો રિપોર્ટ  લેપ્ટોસ્પાયરોસીસ  પોઝિટિવ આવ્યો છે. જેને પગલે વડોદરા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હાલમાં જ આમદવાદની SVP હોસ્પીટલમાં સુરેન્દ્રનગરની મહિલાનું કૉંગો ફિવર ને કારણે મોત થયું હતું. અને ત્યાર બાદ રાજકોટ, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કોંગોનો હાહાકાર જોવા મળ્યો હતો. અને જેને […]

Top Stories Gujarat Vadodara
leptospirosis is a bacterial infection 1 કૉંગો ફીવરના હાહાકાર વચ્ચે, વડોદરામાં  લેપ્ટોસ્પાયરોસીસનો  કેસ આવ્યો સામે 

વડોદરા શહેરમાં તાજેતરમાં આવેલા પુરના પાણી ઓસરયા બાદ સયાજી હોસ્પીટલમાં દાખલ થયેલી મહિલાનો રિપોર્ટ  લેપ્ટોસ્પાયરોસીસ  પોઝિટિવ આવ્યો છે. જેને પગલે વડોદરા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

હાલમાં જ આમદવાદની SVP હોસ્પીટલમાં સુરેન્દ્રનગરની મહિલાનું કૉંગો ફિવર ને કારણે મોત થયું હતું. અને ત્યાર બાદ રાજકોટ, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કોંગોનો હાહાકાર જોવા મળ્યો હતો. અને જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ  અને રાજય સરકાર પણ હરકતમાં આવી ગયી હતી.

તો આજે આ કોંગોના હાહાકાર વચ્ચે વડોદરા ખાતેથી લેપ્ટોસ્પાયરોસીસ  પોઝિટિવ કેસ મળતા તંત્ર ફરી એક વાર સફાળું બેઠું થયુ છે.

મળતી માહિતી પ્રમાણે, ચંદ્રિકા લોહાણા નામની મહિલાની તબિયત અચાનક ખરાબ થતાં તેને વડોદરા ની સયાજી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની તબિયત વધુ લથડતા તેના બ્લડના રિપોર્ટ કરાવીને સેમ્પલ સુરત સરકારી હોસ્ટપીટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેનો રિપોર્ટ લેપ્ટોસ્પાયરોસીસ  પોઝિટિવ આવ્યો હતો. હાલમાં મહિલાની સારવાર ચાલી રહી છે. અને તેના જીવને પણ કોઈ જોખમ નથી.

શું છે લેપ્ટોસ્પાયરોસીસ  ..?

લેપ્ટોસ્પાયરોસીસએ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. મુખ્યત્વે પ્રાણીઓ દ્વારા મનુષ્યના શરીરમાં ફેલાય છે. મોટાભાગે કોઈ પણ પાલતુ પ્રાણી બકરી, ગાય, ભેસ, કૂતરો, ઘોડો, વિગેરે પ્રાણીઓ દ્વારા આ રોગ મનુષ્યમાં વાહન પામે છે.

પરંતુ આ રોગ સૌથી વધુ ઉંદર દ્વારા ફેલાય છે. ખાસ કરીને ઉંદર જેવા પ્રાણીઓના મળમૂત્ર મિશ્રિત પાણીને પીવાથી આ રોગ ફેલાય છે. જેને ઊંદરીયો તાવ પણ કહેવામા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.