#high_court/ કોર્ટ પરિસરમાં પ્રદર્શન કરશો તો ગંભીર પરિણામ આવશે, કોર્ટની આપને ચેતવણી

કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડ પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

Top Stories India
Beginners guide to 84 4 કોર્ટ પરિસરમાં પ્રદર્શન કરશો તો ગંભીર પરિણામ આવશે, કોર્ટની આપને ચેતવણી

Delhi News :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કરેલી ધરપકડ અને રાઉઝ એવન્યુ કોર્ટમાં રિમાન્ડના નિર્ણયને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં પડકાર્યો છે. જસ્ટીસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ થઈ ગઈ છે. કેડરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ અણિષેક મનું સિંઘવી અને ઈડી તરફથી એટર્ની સોલીસીટર જનરલ (એએસજી) એસ.વી રાજુ હાજર થયા હતા.

એએસજી રાજુએ કહ્યું કે અમે ડિટેલમાં જવાબ રજૂ કરવા માંગીએ છીએ. મુખ્ય કેસમાં અમને ત્રણ અઢવાડિયા આપવામાં આવ્યા છે. આ મામલામાં પણ અમને જવાબ ફાઈલ કરવા માટે પર્યાપ્ત સમય આપવો જોઈએ.

કેજરીવાલના વકીલ અણિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેઓ મોડુ કરવાની નિતી અપનાવી રહ્યા છે. અમે હાઈકોર્ટને અપીલ કરીએ છીએ કે તેના પર હાલમાં જ નિર્ણય કરવો જોઈએ તમે તેનો સ્વીકાર કરો કે ના કહી દો.

એએસજી રાજુએ કહ્યું કે  તેમને ઈરાદો ફક્ત આરોપ લગાવવાનો છે. તેના પર હાઈકોર્ટે કહ્યું કે અમે સપ્લિમેન્ટરી લિસ્ટ પર સુનાવણી પુરી કરીને બાદમાં ફરીથી કેજરીવાલની અરજી પર સુનાવણી કરીશું. કેજરીવાલની ધરપકડ વિરૂધ્ધ આપની લિગલ સેલએ જીલ્લા કોર્ટોમાં પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. તેના પરા દિલ્હી હાઈકોર્ટે આપને ચેતાવણીના સ્વરમાં કહ્યું હતું કે કોર્ટ પરિસરમાં પ્રદર્શન થયા તો ગંભીર પરિણામ હશે.

બીજીતરફ સુનાવણીના થોડા સમય પહેલા જ આઈએ આપના ગોવા-મહારાષ્ટ્રમા પ્રભારી દિપક સિંગલાના દિલ્હી સ્થિત ઘર પર દરોડો પાડ્યો હતો. એજન્સી દારૂ નિતીથી મળેલા પૈસાનો ઉપયોગ ગોવા ચૂંટણીમાં કરવાનો દાવો કરી ચુકી છે. મામલાને આ જ કડી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

એટર્ની સોલીસીટર એસ.વી રજુએ કહ્યું કે તેમની અરજી ખૂબ મોટી છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ અજીબ પ્રકારનો પોઈન્ટ છે. 23 માર્ચે પિટીશન ફાઈલ કરવામાં આવી હતી. તેની ખામીઓ દૂર કરી દેવામાં આવી છે. મને પૂરો ભરોસો છે કે મિસ્ટર રાજૂ નહી ઈચ્છતા હોય કે તેમને ડિફેક્ટેડ કોપી આપવામાં આવે. આ તમામ ખામીઓ કાલે રાત્રે દૂર કરવામાં આવી હતી અને અમે આજે તેને મિસ્ટર રાજુ સાથે શેર કરી દીધી છે.

હાઈકોર્ટે કહ્યું કે અમે આ મામલામાં જવાબ ઈચ્છીએ છીએ. અમે નોટીસ ઈશ્યુ કરી રહ્યા છીએ. ઈડીના રિમાન્ડ કાલે પુરા થઈ રહ્યા છે અને અમે તેને પડકારીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે હાઈકોર્ટ રિમાન્ડનો આધાર નક્કી કરે અને તેના માટે કોઈ જવાબની આવશ્યકતા નથી, એમ સિંધવીએ કહ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું હતું કે આ બાબત આ કેસમાં મોડુ કરવાની નિતી છે. અમે હાઈકોર્ટને અપીલ કરીએ છીએ તેના પર હાલ જ નિર્ણય લેવામાં આવે. તમે તેનો સ્વીકાર કરો કે ના કહી દો. તમે ફેંસલો કરો.

હાઈકોર્ટે કહ્યું કે અમે સપ્લિમેન્ટરી લિસ્ટ પર સુનાવણી કર્યા બાદ ફરીથી કેજરીવાલની અરજી પર સુનાવણી કરીશું.

કેજરીવાલ ધરપકડ થયેલા પહેલા સિટીંગ મુખ્યમંત્રી છે. તેની પહેલા ઝારકંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ઈડીએ ધરપકડ કરી હતી. સોરેન ઈડીની ક્સટડીમાં રાજભવન જઈને રાજીનામુ આપી દીધું હતું. ધરપકડ બાદ કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. તે જેલમાંથી બે આદેશ બહાર પાડી ચુક્યા છે.

કેજરીવાલે 24 માર્ચે જલ મંત્રાલયના નામે પહેલો સરકારી આદેશ બહાર પાડ્યો હતો. તેમણે જળ મંત્રી આતિશીને નિર્દેશ કર્યો હતો કે દિલ્હીમાં જયાં પાણીની કમી છે, ત્યાં ટન્કરોની વ્યવસ્થા કરો. તેમણે કોર્ટમાં હાજર થયા ત્યારે કહ્યું હતું કે તે રાજીનામુ નહી આપે, જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.

ત્યારબાદ કેજરીવાલે 26 માર્ચે બીજો આદેશ આપ્યો હતો જેમાં સ્વાસ્થય મંત્રાલયને નિર્દેશ કરાયો હતો કે મહોલ્લા ક્લિનિકમાં ગરીબો માટે દવાઓની અછત ન થવી જોઈએ. લોકોને મફત દવા અને સારવાર પુરૂ પાડવામાં આવે.

કસ્ટડીમાંથી કેજરીવાલ સરકારી આદેશ કેવી રીતે આરી રહ્યા છે તેને લઈને ઈડી તપાસ કરી રહી છે. ઈડીના સૂત્રોનું કહેવું છે કે તેમની પાસેથી ના કોઈ પેપર મળ્યા છે કે ના કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જેમકે કોમ્પ્યુટર અથવા ફોન. તો તેમણે કોવી રીતે કોઈ ઓર્ડર પાસ કર્યો ? તે તપાસનો વિષય છે. ઈડીના સીનીયર અધિકારીઓની ટીમ જલ્દીથી રિપોર્ટ તૈયાર કરશે.



આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત