Not Set/ CM ગેહલોતને મળી મોટી રાહત, હાઈકોર્ટે BSP ધારાસભ્યને લઇને દાખલ કરાયેલી અરજી ફગાવી

  રાજસ્થાનમાં રાજકીય ધમાલ વચ્ચે કોંગ્રેસ માટે હાઈકોર્ટ તરફથી રાહતનાં સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાન હાઇકોર્ટે બીએસપીનાં ધારાસભ્યોનાં મર્જરને રદ કરવાની ભાજપનાં ધારાસભ્ય મદન દિલાવરની અરજી નામંજૂર કરી છે. હાઈકોર્ટે આજે આ અરજીની સુનાવણી કરી હતી અને બસપાનાં ધારાસભ્યોને લઇને ભાજપ દ્વારા કરવામા આવેલી અરજી ફગાવી દીધી હતી. રાજસ્થાન હાઇકોર્ટે ભાજપનાં ધારાસભ્ય મદન દિલાવરની તે […]

India
374b54a5c517c98b3fe8df4030746d8d CM ગેહલોતને મળી મોટી રાહત, હાઈકોર્ટે BSP ધારાસભ્યને લઇને દાખલ કરાયેલી અરજી ફગાવી
374b54a5c517c98b3fe8df4030746d8d CM ગેહલોતને મળી મોટી રાહત, હાઈકોર્ટે BSP ધારાસભ્યને લઇને દાખલ કરાયેલી અરજી ફગાવી 

રાજસ્થાનમાં રાજકીય ધમાલ વચ્ચે કોંગ્રેસ માટે હાઈકોર્ટ તરફથી રાહતનાં સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાન હાઇકોર્ટે બીએસપીનાં ધારાસભ્યોનાં મર્જરને રદ કરવાની ભાજપનાં ધારાસભ્ય મદન દિલાવરની અરજી નામંજૂર કરી છે. હાઈકોર્ટે આજે આ અરજીની સુનાવણી કરી હતી અને બસપાનાં ધારાસભ્યોને લઇને ભાજપ દ્વારા કરવામા આવેલી અરજી ફગાવી દીધી હતી.

રાજસ્થાન હાઇકોર્ટે ભાજપનાં ધારાસભ્ય મદન દિલાવરની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેમણે બસપાનાં છ ધારાસભ્યોનું કોંગ્રેસ સાથે થયેલા જોડાણને રદ્દ કરવાની વિનંતી કરી હતી. તેમનું કહેવું છે કે સ્પીકર સમક્ષ દાખલ કરેલી અરજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ બસપાએ પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં ભાજપનાં ધારાસભ્ય દિલાવરની અરજીને પક્ષકાર બનાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીને નકારી કાઠ્યા બાદ બસપાની આ માંગ પણ ખતમ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.