Not Set/ બારામુલામાં નાકા પાર્ટી પર આતંકીઓનો હુમલો, એક SPO સહિત 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકી હુમલો થયો છે. આ હુમલો નાકા પાર્ટી પર થયો છે જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ સહિત ત્રણ સૈનિકો શહીદ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલો થયા બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]

India Uncategorized
23922b3c43a065ec40db0b8f36362092 1 બારામુલામાં નાકા પાર્ટી પર આતંકીઓનો હુમલો, એક SPO સહિત 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકી હુમલો થયો છે. આ હુમલો નાકા પાર્ટી પર થયો છે જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એસપીઓ સહિત ત્રણ સૈનિકો શહીદ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલો થયા બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાશ્મીર ઝોનના આઈજીએ કહ્યું કે આતંકીઓએ ક્રેરી વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક એસપીઓ અને સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા છે. આ વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે આ હુમલામાં જવાનો શહીદ પણ થયા છે.

આપને જણાવી દઇએ કે, બુધવારે અગાઉ પણ આતંકવાદીઓએ બારામુલામાં ભારતીય સૈન્ય પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલો બારામુલા જિલ્લાના સોપોરના હ્યાગામ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. આના પર તેના સાથીદારોએ ઇજાગ્રસ્ત જવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ભારતીય સૈન્યની સંયુક્ત નાકા પાર્ટી, સીઆરપીએફ અને પોલીસ પર હ્યાગામની ટાઇમ પાસ હોટલ નજીક કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આના પર સુરક્ષા દળોએ જોરશોરથી કાર્યવાહી કરી હતી, પરંતુ આતંકવાદીઓ ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન