Not Set/ આ કંપનીએ આપી નવા વર્ષની ભેટ, મહિલા કર્મચારીને આપશે પીરીયડ્સની રજા

કોલકાતામાં એક ડીજીટલ કંપનીએ નવા વર્ષે મહિલા કર્મચારીને જોરદાર ગીફ્ટ આપી છે. આ કામ કરીને તે રાજ્યની પ્રથમ કંપની બની ગઈ છે. FlyMyBiz કંપનીએ મહિલા કર્મચારીઓને પીરીયડ્સ દરમ્યાન રજા આપવાનો નિર્ણય કર્યો છે. દરેક મહિલા કર્મચારીઓને એક મહિનામાં એક રજા અલગથી મળશે એટલે કે વર્ષ ૨૦૧૯માં ૧૨ રજા વધારાની મળશે. FlyMyBiz ના સીઈઓ સૌમ્યા દત્તાએ આ […]

Top Stories India Trending

કોલકાતામાં એક ડીજીટલ કંપનીએ નવા વર્ષે મહિલા કર્મચારીને જોરદાર ગીફ્ટ આપી છે. આ કામ કરીને તે રાજ્યની પ્રથમ કંપની બની ગઈ છે.

FlyMyBiz કંપનીએ મહિલા કર્મચારીઓને પીરીયડ્સ દરમ્યાન રજા આપવાનો નિર્ણય કર્યો છે. દરેક મહિલા કર્મચારીઓને એક મહિનામાં એક રજા અલગથી મળશે એટલે કે વર્ષ ૨૦૧૯માં ૧૨ રજા વધારાની મળશે.

FlyMyBiz ના સીઈઓ સૌમ્યા દત્તાએ આ નિર્ણય પર કહ્યું કે અમારી કંપની મહિલા કર્મચારીઓને દરેક મહીને એક દિવસની રજા આપશે. આ બાબત જાન્યુઆરી ૨૦૧૯થી લાગુ થશે. હવે મહિલા કર્મચારીઓને એક વર્ષમાં ૧૨ દિવસની રજા આપવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું કે કર્મચારીઓની સંતુષ્ટિ જ અમારું કર્તવ્ય છે. જો અમારા કર્મચારીઓ ખુશ હશે તો અમને પણ ખુશી મળશે. અમને ખબર છે કે પીરીયડ્સ દરમ્યાન મહિલાઓને માનસિક અને શારીરિક પીડા થાય છે. આ બાબત લોકો જાણતા હોવા છતાં પણ તેમને રાહત આપવામાં નથી આવતી. સમાજ મહિલાઓને ઘણા કષ્ટથી બચાવે છે. સોશ્યલ મીડિયામાં પોસ્ટમાં થોડાક શબ્દો લખવાને બદલે તેની જોડે ઉભા રહીને આપણે તેને મદદ કરી શકીએ છીએ.

આ નિર્ણયથી કંપનીની દરેક મહિલા કર્મચારી ખુશ છે એટલું જ નહી પણ પુરુષ કર્મચારી પણ ખુશ છે.

તમને જણાવી દઈએ આવું કામ કરનારી આ કંપની રાજ્યની પ્રથમ કંપની છે જયારે દેશમાં ત્રીજા નંબરની કંપની બની છે. મુંબઈને બે કંપનીમાં પણ આ જ પ્રકારની પીરીયડ્સની રજા મહિલા કર્મચારીઓને આપવામાં આવે છે.