કલયુગી શ્રવણ/ કોર્પોરેટ કંપની છોડી ‘કૃષ્ણ બન્યો શ્રવણ’,ચેતક પર માતાને કરાવે છે દેવદર્શન

મૈસુરનો કૃષ્ણકુમાર કોર્પોરેટર કંપનીની નોકરી છોડીને સ્કૂટર પર માને ભારતના મંદિરો ના દર્શન કરાવી રહ્યો છે..છેલ્લા પાંચ વર્ષમા માતા ને 74 હજાર કિલોમીટર સ્કૂટર યાત્રા કરાવી રાહ્યો છે

India Trending
Untitled 101 5 કોર્પોરેટ કંપની છોડી 'કૃષ્ણ બન્યો શ્રવણ',ચેતક પર માતાને કરાવે છે દેવદર્શન

@મેહુલ દુધરેજીયા 

દેશમાં વૃદ્ધાશ્રમ માં માતા પિતા ને તરછોડનાર ની સંખ્યા વધી છે. જિંદગીભર જે બાળક ને પેટે પાટા બાંધીને મોટા કરતા માં બાપ ને બાળક સમજદાર થતા જ છોડી દેવાના કિસ્સા વધ્યા છે, ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે બાળકો વૃદ્ધ માતા-પિતાને એકલા છોડીને જતા રહે છે અને તેમને પૂછવાવાળું કોઈ નથી, પરંતુ આજે અમે તમને 21મી સદીના શ્રવણ કુમારની વાર્તા જણાવીશું. તેના પિતાના મૃત્યુ પછી લાખોના પેકેજવાળી નોકરી છોડીને, તે તેની માતાને સ્કૂટર પર ભારતના પ્રવાસે લઈ જઈ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે,ડો.દક્ષિણામૂર્તિ કૃષ્ણ કુમાર કર્ણાટકના મૈસૂરના રહેવાસી છે. તે એક બહુરાષ્ટ્રીય કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. તે જ સમયે તેમની માતા 10 લોકોના સંયુક્ત પરિવારમાં ઘરકામ કરતા હતા. કૃષ્ણ કુમારે જણાવ્યું કે એક વખત નોકરી પરથી ઘરે આવ્યા બાદ માતા કેટલાક મોટા મંદિરોના નામ પૂછ્યા, શું તેઓ ત્યાં ગયા છો?

Untitled 101 6 કોર્પોરેટ કંપની છોડી 'કૃષ્ણ બન્યો શ્રવણ',ચેતક પર માતાને કરાવે છે દેવદર્શન

પુત્રનો આ પ્રશ્ન સાંભળીને માતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું કે તે પોતાના ગામમાં આવેલા મંદિર સિવાય બીજે ક્યાંય દર્શન કરવા ગઈ નથી. આ જવાબ પર કૃષ્ણ કુમારે નક્કી કર્યું કે તે નોકરી છોડીને તેની માતાને ભારત પ્રવાસે લઈ જશે.

પિતાજીએ આપેલા સ્કૂટર સાથે કૃષ્ણ કુમારે છેલ્લા 5 વર્ષથી કલયુગના શ્રવણ કુમારની જેમ તેઓ પોતાની 73 વર્ષની માતાને જૂના સ્કૂટર પર ભારતની આસપાસ લઈ જઈ રહ્યા છે. ભારત ઉપરાંત નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સહિત અન્ય ઘણી જગ્યાએ તેમણે માતાને બતાવી છે. યાત્રા પૂર્ણ થવાના વિષય પર કૃષ્ણ કુમાર કહે છે કે તેમની પાસે યાત્રાનું કોઈ લક્ષ્ય નથી અને આ યાત્રા ક્યારે પૂરી થશે તે તેઓ જાણતા નથી, પરંતુ તેઓ માતાના દર્શન કરવા જઈ રહ્યા છે.

Untitled 101 7 કોર્પોરેટ કંપની છોડી 'કૃષ્ણ બન્યો શ્રવણ',ચેતક પર માતાને કરાવે છે દેવદર્શન

કૃષ્ણ કુમારે કહ્યું કે તેણે પોતાની મહેનતની કમાણીથી પોતાની માતાને દેશની યાત્રા કરાવી છે. જાણકારી માટે આપને જણાવી દઈએ કે તેણે 16 જાન્યુઆરી, 2018ના રોજ મૈસૂરથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને અત્યાર સુધી કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી ઘણા રાજ્યોને કવર કરી ચૂક્યા છે. પોતાની સફર અંગે કૃષ્ણ કુમારે કહ્યું કે તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેમને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. માતા પિતાની સેવા સતયુગમાં શ્રવણએ કરી હતી ત્યારે કલિયુગમાં માતાને દર્શન મંદિર કરાવતા આ કૃષ્ણને લોકો બિરદાવી રહ્યા.

આ પણ વાંચો:ISROએ રશિયાને પાઠવ્યા અભિનંદન, લૂના-25 ની સફળતા વિશે કહી આ વાત

આ પણ વાંચો:સામાન્ય નાગરિકોને પક્ષકાર બનવાની તક, આજે પણ સર્વે રહેશે ચાલુ; ધાબા પર તૈનાત સુરક્ષા ગાર્ડ

આ પણ વાંચો:આજે NDA પ્રવક્તાઓની બેઠક, આગામી લોકસભા ચૂંટણી અંગે થશે ચર્ચા; જેપી નડ્ડા રાખશે પોતાની વાત 

આ પણ વાંચો:રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈનકાર કરનાર જજની બદલી, 8 ન્યાયાધીશના પણ ટ્રાન્સફર