transfer/ રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈનકાર કરનાર જજની બદલી, 8 ન્યાયાધીશના પણ ટ્રાન્સફર

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુરુવારે વિવિધ હાઈકોર્ટના નવ જજોની બદલીની ભલામણ કરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ.પ્રચાકનું નામ સામેલ છે

Top Stories India
11 6 રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈનકાર કરનાર જજની બદલી, 8 ન્યાયાધીશના પણ ટ્રાન્સફર

સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુરુવારે વિવિધ હાઈકોર્ટના નવ જજોની બદલીની ભલામણ કરી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત એમ.પ્રચાકનું નામ સામેલ છે. જસ્ટિસ હેમંત એમ પ્રાચક એ જ જજ છે જેમણે રાહુલ ગાંધીના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જસ્ટિસ હેમંત એમ પ્રચક સહિત ગુજરાત હાઈકોર્ટના કુલ ચાર જજોની અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. કોલેજિયમે, 3 ઓગસ્ટ 2023 ના રોજ યોજાયેલી તેની બેઠકમાં, ન્યાયના વધુ સારા વહીવટ માટે ઉચ્ચ અદાલતોના 9 ન્યાયાધીશોની બદલીની ભલામણ કરી છે. જેમાંથી 4 માત્ર ગુજરાતના છે.

જસ્ટિસ હેમંત એમ પ્રાચકની ગુજરાત હાઈકોર્ટમાંથી પટના હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર જે દવેને રાજસ્થાન, જસ્ટિસ કુમારી ગીતા ગોપીને મદ્રાસ અને જસ્ટિસ અલ્પેશ વાય કોગજેને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ તાજેતરમાં કથિત રમખાણોના કેસમાં પુરાવાઓ બનાવવા બદલ એફઆઈઆર રદ કરવાની તિસ્તા સેતલવાડની અરજીની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ દોષિત ઠરાવવાની રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરવાથી પોતાને દૂર કરી લીધા હતા.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચાર જજોની બદલીની પણ ભલામણ કરવામાં આવી છે. જેમાં જસ્ટિસ અરવિંદ સિંહ સાંગવાનને અલ્હાબાદ, જસ્ટિસ અવનીશ ઝિંગનની ગુજરાત, જસ્ટિસ રાજ મોહન સિંહને મધ્યપ્રદેશ અને જસ્ટિસ અરુણ મોંગાને રાજસ્થાન હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક કુમાર સિંહને મદ્રાસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી છે.