Black Cocaine/ બ્લેક કોકેઈન જપ્ત કરવામાં આવ્યો હોય તેવો આ પહેલો કિસ્સો, NCB એ કરી કમાલ

NCB મુંબઈના ઝોનલ ડાયરેક્ટર અમિત ગવતેના જણાવ્યા અનુસાર બ્લેક કોકેઈનને પકડવું ખૂબ મુશ્કેલ છે. તેની ગંધ સુંઘનાર કૂતરો પણ તેને પકડી શકતો નથી. તેની…

Top Stories India
Mumbai Black Cocaine

Mumbai Black Cocaine: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દેશમાં ગુપ્ત રીતે સપ્લાય કરવામાં આવતા ડ્રગ્સના રેકેટને તોડવા માટે સંપૂર્ણપણે સતર્ક છે. NCBના મુંબઈ ઝોને જંગી જથ્થામાં બ્લેક કોકેઈન જપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રણ કિલોગ્રામથી વધુ કાળા કોકેનની કિંમત અંદાજે રૂ.3 કરોડ જેટલી થાય છે. બ્લેક કોકેઈન જપ્ત કરવામાં આવ્યો હોય તેવો આ પહેલો કિસ્સો હોવાનું કહેવાય છે.

NCB મુંબઈના ઝોનલ ડાયરેક્ટર અમિત ગવતેના જણાવ્યા અનુસાર બ્લેક કોકેઈનને પકડવું ખૂબ મુશ્કેલ છે. તેની ગંધ સુંઘનાર કૂતરો પણ તેને પકડી શકતો નથી. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સામાન્ય રીતે કોકેઈનની ગંધ આવે છે. પરંતુ બ્લેક કોકેઈનની જરાય ગંધ આવતી નથી. તેથી તેને પકડવો ખૂબ મુશ્કેલ છે. ભારતમાં પ્રથમ વખત બ્લેક કોકેઈનની દાણચોરી કરવામાં આવી છે.

NCB અધિકારીના જણાવ્યા અનુસાર, અમારી પાસે આ બ્લેક કોકેન વિશે પિન-પોઇન્ટ માહિતી હતી. તેણે જણાવ્યું કે આ બ્લેક કોકેન મુંબઈથી ગોવા જવાનું હતું. એનસીબીની કાર્યવાહી હજુ ચાલુ છે. એનસીબીએ તેના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે બ્યુરોએ બ્રાઝિલથી આવતા 3.20 કિલો હાઈ ગ્રેડ બ્લેક કોકેઈન જપ્ત કરી છે. આ બધું એક અભિયાન હેઠળ શક્ય બન્યું છે. દેશના અલગ-અલગ શહેરોમાં તેના કેરિયર અને રીસીવરની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Political / કોંગ્રેસના વફાદાર અને દિગ્ગજ નેતાઓ જ સત્તા માટે હાઇકમાને ડરાવી રહ્યા છે?દબાણનીતિ અપનાવી પાર્ટીને મૃતપાય તરફ ધકેલી રહ્યા છે!

આ પણ વાંચો: Gujarat Visit / વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવી પહોચ્યા,લિંબાયતમાં PMનો ભવ્ય રોડ શો

આ પણ વાંચો: PM મોદી રોડ શો / સુરતમાં વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની, મુસ્લિમોએ ધારણ કર્યો કેસરિયો ખેસ, તો કોઈએ બનાવ્યું દિલ ઉપર મોદીનું ટેટુ