Navy Naval Program/ સૈનિકો પાસે એવા હથિયાર હશે જેના વિશે દુશ્મને વિચાર્યું પણ નહીં હોયઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત NIIO (નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડિજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન) સિમ્પોઝિયમ ‘સ્વાવલંબન’માં ભાગ લીધો હતો.

Top Stories India
20 2 સૈનિકો પાસે એવા હથિયાર હશે જેના વિશે દુશ્મને વિચાર્યું પણ નહીં હોયઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત NIIO (નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડિજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન) સિમ્પોઝિયમ ‘સ્વાવલંબન’માં ભાગ લીધો હતો. આ ખાસ અવસર પર તેમણે ફરી એકવાર આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો અને દેશના સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા, અને સંબોધનમાં ઉલ્લેખ કર્યું કે  સૈનિકો  પાસે એવા શસ્ત્રો હશે જેના વિશે દુશ્મન ક્યારેય વિચારશે પણ નહીં.

પીએમ મોદીએ કહ્યું કે, “આપણી પાસે પ્રતિભા છે. દુનિયા પાસે જે 10 હથિયારો છે તે જ 10 હથિયારો સાથે મારા સૈનિકોને મેદાનમાં જવા દેવાનો કોઈ અર્થ નથી, હું આ જોખમ ઉઠાવી શકતો નથી. મારા જવાન પાસે એવા હથિયાર હશે કે દુશ્મનોએ વિચાર્યું પણ નહીં હોય. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક મંચ પર પોતાની જાતને સ્થાપિત કરી રહ્યું છે, ત્યારે  ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે , દેશ વિરુદ્ધ હુમલા થઈ રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે  આપણા સૈનિકો પાસે એવા હથિયાર હશે જેના વિશે દુશ્મને વિચાર્યું પણ નહીં હોય. તેઓ વિચારે છે ત્યાં સુધીમાં અમારા જવાનોએ તેમને ખતમ કરી દીધા હશે. પ્રધાનમંત્રીએ એ વાત પર ખુશી વ્યક્ત કરી કે હવે દેશ સંરક્ષણના મામલે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. આંકડાઓ વિશે વાત કરતા પીએમએ કહ્યું કે છેલ્લા 4-5 વર્ષમાં આપણી સંરક્ષણ આયાતમાં લગભગ 21 ટકાનો ઘટાડો થયો છે. આજે આપણે સૌથી મોટા સંરક્ષણ આયાતકારથી મોટા નિકાસકાર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ.