Politics/ નીતિશ કુમાર વિશે કૈલાશ વિજયવર્ગીયનું વિચિત્ર નિવેદન, કહ્યું- જેમ અમેરિકામાં…

બીજેપીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મહાગઠબંધનમાં સામેલ થવા અંગે વિચિત્ર નિવેદન આપ્યું છે

Top Stories India
3 2 1 નીતિશ કુમાર વિશે કૈલાશ વિજયવર્ગીયનું વિચિત્ર નિવેદન, કહ્યું- જેમ અમેરિકામાં...

બીજેપીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મહાગઠબંધનમાં સામેલ થવા અંગે વિચિત્ર નિવેદન આપ્યું છે. ગુરુવારે ઈન્દોરમાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે જે રીતે છોકરીઓ અમેરિકામાં પોતાના બોયફ્રેન્ડને બદલી નાખે છે, તેવી જ સ્થિતિ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની છે.

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, “જે દિવસે બિહારની સરકાર બદલાઈ, હું વિદેશમાં હતો, ત્યારે એક વ્યક્તિએ કહ્યું કે અમારી સાથે આવું થાય છે, અમેરિકન યુવતીઓ ગમે ત્યારે બોયફ્રેન્ડ બદલી નાખે છે. બિહારના મુખ્યમંત્રીની પણ આવી જ સ્થિતિ છે. તેઓ ક્યારે કોની સાથે હાથ મિલાવશે, ક્યારે કોનો હાથ છોડે ખબર નહીં.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં નીતીશ કુમારની જેડીયુએ એનડીએ સાથેનું ગઠબંધન તોડીને રાજ્યમાં આરજેડીની આગેવાની હેઠળના મહાગઠબંધન સાથે મળીને નવી સરકાર બનાવી છે. જેમાં નીતિશ કુમાર મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ આ નિવેદન માટે કૈલાશ વિજયવર્ગીય પર નિશાન સાધ્યું છે. સુરજેવાલાએ કહ્યું કે, “ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા નારી સન્માનનું નવું મોડલ રજૂ કરવામાં આવ્યું હતું.”

બીજેપી સંસદીય બોર્ડમાંથી નિવૃત્ત થયા બાદ મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણની આગામી ભૂમિકા અંગેના પ્રશ્ન પર કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે આ પાર્ટીની સતત પ્રક્રિયા છે અને પાર્ટી તેના પદાધિકારીઓની પસંદગી તે મુજબ કરે છે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાંથી સત્યનારાયણ જાટિયાને તક મળી છે. તે એક સારા મહેનતુ અને ગ્રાઉન્ડ વર્કર છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપમાં ટોચનું નેતૃત્વ છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપનું નેતૃત્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કરી રહ્યા છે અને આગામી 2023ની મધ્યપ્રદેશની ચૂંટણી મુખ્યમંત્રીના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ધાર જિલ્લાના કરમ ડેમ કેસ પર કહ્યું કે આ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં આગામી કોંગ્રેસ સરકાર બનાવવાના પૂર્વ સીએમ કમલનાથના દાવાને નકારી કાઢતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે કમલનાથ 75 વર્ષની વય વટાવી ચૂક્યા છે, તેથી તેઓ ગમે તે કહે, તેનાથી ભાજપને કોઈ ફરક પડતો નથી.