Not Set/ 15 વર્ષ પછી રાજ્યમાં ભાજપના 14 મુખ્યમંત્રી કરશે પ્રચાર

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 2002ની ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. એ વખતે 14 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસના તમામ 14 રાજ્યના મુખ્યમંત્રીઓએ રાજ્યમાં પ્રચાર કર્યો હતો. હવે 15 વર્ષ પછી રાજ્યમાં ભાજપના 14 મુખ્યમંત્રી પ્રચાર કરશે. ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગુજરાતની ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા છે. આ સાથે પાર્ટી રમણસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા […]

Top Stories

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 2002ની ચૂંટણી જેવો માહોલ સર્જાયો છે. એ વખતે 14 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસના તમામ 14 રાજ્યના મુખ્યમંત્રીઓએ રાજ્યમાં પ્રચાર કર્યો હતો. હવે 15 વર્ષ પછી રાજ્યમાં ભાજપના 14 મુખ્યમંત્રી પ્રચાર કરશે. ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગુજરાતની ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા છે. આ સાથે પાર્ટી રમણસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે સહિતના મુખ્યમંત્રીઓને રાજ્યમાં પ્રચાર માટે ઉતારશે.ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રીજો સૌથી મોટા ચૂંટણી નેતા બન્યા છે. ગુજરાતમાં મોદી અને અમિત શાહ બાદ આદિત્યનાથ સૌથી વધારે રોડ શો કરશે. ગુજરાતમાં તેમણે પ્રચાર શરૂ કરી દીધો છે. અગાઉ તેઓ કેરળમાં ગયા હતા.યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તર ભારતીય મતદારોને સાધવા માગે છે. રાજ્યમાં 25 બેઠકો પર ઉત્તર ભારતીય મતદારોનું પ્રમાણ નોંધપાત્ર છે. ખાસ કરીને સુરત, અમદાવાદમાં તેમની સંખ્યા વધુ છે. અહીં તેમનો વોટશેર 7થી 10 ટકા જેટલો છે. સુરતમાં આશરે 26.3 ટકા ઉત્તર ભારતીયો છે