Not Set/ ફારુક અબ્દુલ્લા પર, આઝાદીની માંગણીના આરોપ, હાઇકોર્ટે આ આપ્યો આદેશ ….

જમ્મુ હાઈકોર્ટના ન્યાયાધીશ ધીરજસિંહ ઠાકુરની અદાલતે પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની આઝાદીના સમર્થનમાં ભાષણો પર એફઆઈઆર દાખલ કરવાની અરજી પર ન્યૂઝપેપર ના કટિંગ અને નિવેદનોની ડિસ્ક તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. સામાજિક કાર્યકર્તા સુકેશ સી ખજુરીયાએ ફારૂક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ડો.અબ્દુલ્લા સામે આઇપીસીની કલમ 124-એ હેઠળ કેસ દાખલ કરવામાં […]

Top Stories India

જમ્મુ હાઈકોર્ટના ન્યાયાધીશ ધીરજસિંહ ઠાકુરની અદાલતે પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની આઝાદીના સમર્થનમાં ભાષણો પર એફઆઈઆર દાખલ કરવાની અરજી પર ન્યૂઝપેપર ના કટિંગ અને નિવેદનોની ડિસ્ક તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.

સામાજિક કાર્યકર્તા સુકેશ સી ખજુરીયાએ ફારૂક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ડો.અબ્દુલ્લા સામે આઇપીસીની કલમ 124-એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

એવો આરોપ છે કે પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ શેખ અબ્દુલ્લાની જન્મજયંતિ પર 24 ફેબ્રુઆરી 2017 ના રોજ આઝાદી અંગે એક ભાષણ આપ્યું હતું. આ અંગે એસએસપી શ્રીનગર અને એસએચઓએ પણ પ્રાથમિક તપાસનો પ્રગતિ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો ન હતો. હવે પછીની તારીખે કોર્ટે પેપર કટીંગ અને નિવેદનોની ડિસ્ક તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.