gujarat rain/ ગુજરાતમાં સીઝનનો 63 ટકા વરસાદ પડી ગયો, આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. આગામી છ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સુચના છે. અમદાવાદમાં 19 અને 20 જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સીઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 63 ટકા વરસાદ નોંધાયો છે.

Top Stories Gujarat
Rajkot rain 1 ગુજરાતમાં સીઝનનો 63 ટકા વરસાદ પડી ગયો, આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. આગામી છ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગની સુચના છે. અમદાવાદમાં 19 અને 20 જુલાઈએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. સીઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 63 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાત રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે. જેમાં આગામી છ દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેમજ આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે.

સુરત, નવસારી, વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી
સુરત, નવસારી, વલસાડમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે જ 19 જુલાઇએ પોરબંદર, જુનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ પડશે. સાથે જ ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડશે સાથે જ 20 જુલાઇએ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તથા કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

આમ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ત્રીજા રાઉન્ડના પ્રારંભમાં હાલમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. પણ પછી આગામી દિવસોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે. તેમા પણ જુલાઈના અંતિમ સપ્તાહમાં અતિ ભારે વરસાદની આગાહી છે.  વરસાદની સીઝનના ત્રીજા રાઉન્ડના અંતે રાજ્યમાં સીઝનનો સરેરાશ વરસાદ 80 ટકાને આંબી જાય તેમ માનવામાં આવે છે. કચ્છમાં તો સો ટકા વરસાદ પડી ચૂક્યો છે, તેથી ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં પણ સો ટકા વરસાદ થઈ જાય તેમ મનાય છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે અથવા તો હાઇ એલર્ટ એટલે કે ભરાવવાની તૈયારીમાં છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવું પડશે. એનડીઆરએફની ટીમ સાબદી રાખવામાં આવી છે. આ સાથે હવે ફક્ત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની સરેરાશ 50 ટકા કે તેનાથી પણ ઓછી છે. ત્રીજા રાઉન્ડના અંતે ત્રણેય ઝોનમાં વરસાદની સરેરાશ 60થી 70 ટકા સુધી પહોંચી જાય તેમ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ આદેશ/ પંચમહાલમાં SPએ D.Y.S.P. અને P.I.સામે ખાતાકીય તપાસના આદેશ આપતા પોલીસ તંત્રમાં સન્નાટો,પૂર્વે કલેકટર એસ.કે.લાંગાના મામલે એકશન

આ પણ વાંચોઃ Jarkhand/ ઝારખંડમાં ગુનેગારને પકડવા જતા ATSના DSP અને ઇન્સપેકટર પર અંધાધૂંધ ગોળીબાર,બંનેની હાલત ગંભીર

આ પણ વાંચોઃ Political/ યુપીએ 2004ની ફોર્મ્યુલા સાથે 2024 જીતવાની તૈયારીમાં? વિપક્ષની બેઠકમાં કોંગ્રેસની રણનીતિ!

આ પણ વાંચોઃ Earthquake/ જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપના આંચકા

આ પણ વાંચોઃ Accident/ બિહારમાં થાર જીપે પાંચ લોકોને અડફેટમાં લેતા 3 લોકોના ઘટનાસ્થળે મોત,બેની હાલત ગંભીર