આદેશ/ રાહુલ ગાંધીએ આપ્યો આદેશ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે..

આ આદેશ આલતાં જ ઘણાબધા નેતા પ્રમુખ પદની દાવેદારીમાંથી નીકળી ગયા છે અને હવે હાઇકમાન્ડને વરણી કરવામા સરળતા રહેશે 

Top Stories Gujarat
RAHUL GHANDHI રાહુલ ગાંધીએ આપ્યો આદેશ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે..

ગુજરાતમાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદના લીધે લાંબા સમયથી રાજયમાં સત્તાથી વંચિત છે,કોંગ્રેસમાં આજે પણ જૂથબંધી માથાનો દુખાવો છે,પરતું કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો છે ,છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે હાઇકમાન્ડ અગ્રેસર છે,જેના અતર્ગત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મોટો આદેશ આપ્યો છે  કે જે પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી લડી શકશે નહી. આ આદેશ આલતાં જ ઘણાબધા નેતા પ્રમુખ પદની દાવેદારીમાંથી નીકળી ગયા છે અને હવે હાઇકમાન્ડને વરણી કરવામા સરળતા રહેશે

હાલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં  દિગ્ગજ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર અને દિપક બાબરીયાના નામ  ટોપ પર ચાલી રહ્યા છે.આ આદેશ અતર્ગત દિપક બાબરીયા ચૂંટણી લડવાની પણ ના પાડી દીધી છે,હાલ જગદીશ ઠાકોર દિલ્હી પહોચ્યા છે,તેમની આ મુલાકાત કારગત સાબિત થઇ શકે છે તેમની બેઠક હાઇકમાન્ડ સાથે છે,જ્યારે દિલ્હીમાં નેતાઓને મળીને આજે ભરત સોલંકી પરત ફર્યા હતા.આ રેસમાં દિપક બાબરિયાનું નામ આવતા કોંગ્રેસમાં ચહલપહલ વધી ગઇ છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે રાહુલ ગાંધીનો આદેશ
જે પ્રદેશ પ્રમુખ બનશે તે ચૂંટણી નહીં લડી શકે
આદેશ બાદ નેતા પ્રમુખની રેશમાંથી બહાર નીકળ્યા
પ્રમુખ બનવા માગતા નેતા આગામી ચૂંટણી લડવી છે
દીપક બાબરીયાએ ચૂંટણી લડવાની ના પાડી છે
જગદીશ ઠાકોર હાલ દિલ્હી પહોચ્યા
ઠાકોર આજે કેન્દ્રીય નેતૃત્વ સાથે કરી શકે છે મુલાકાત
ભરતસિંહ સોલંકી દિલ્હીથી આજે સવારે પરત ફર્યા
દીપક બાબરિયાનું નામ આવતા અનેક ચહલપહ