Not Set/ બ્રિટને કર્યા વિઝા નિયમો હળવા, અભ્યાસ બાદ ફ્રીમાં બે વર્ષની મળશે વર્ક પરમીટ

ઇંગ્લેન્ડમાં બોરિસ જ્હોનસન સરકાર દ્રારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાતથી ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. UK સરકાર દ્વારા જાહેરાત અંતર્ગત હવે યુકેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થતાં બે વર્ષ સુધી નિ:શુલ્ક વર્ક વિઝા પર UKમાં કામ કરી શકશે. તો સાથે સાથે સરકાર એ પણ વિચારણા કરી રહી છે કે વિદ્યાર્થીઓ માટે વિઝા […]

Top Stories World
borish jhonson બ્રિટને કર્યા વિઝા નિયમો હળવા, અભ્યાસ બાદ ફ્રીમાં બે વર્ષની મળશે વર્ક પરમીટ
britain new visa rule 1568201183 બ્રિટને કર્યા વિઝા નિયમો હળવા, અભ્યાસ બાદ ફ્રીમાં બે વર્ષની મળશે વર્ક પરમીટ

UK સરકારની આ ઘોષણાનો સરળ અર્થ એ છે કે 2020 અને 2021 શૈક્ષણિક વર્ષમાં યુકેની કોલેજોમાં પ્રવેશ લેનારા ભારતીય અને અન્ય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પૂર્ણ થવા સાથે બે વર્ષનાં વર્ક વિઝા મફત મળવા પાત્ર હશે. આપને જણાવી દઇએ કે થેરેસા મે, જે 2012 માં બ્રિટનના વડા પ્રધાન હતા, તેમણે આ યોજના પાછી ખેંચી લીધી હતી. આ નિર્ણય દ્વારા, તે બાહ્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી  કોલેજોને બંધ કરવા માંગતી હતી.

ત્યારબાદ થેરેસા મેના નિર્ણયને કારણે ત્યાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. ત્યારે પહેલાં, અભ્યાસ પૂરો કર્યા પછી, વિદ્યાર્થીઓએ નોકરી શોધવા માટે પણ મોટો ખર્ચ કરવાનો આવતો હોવાથી ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2010-11 માં 39,090 હતી, જે 2016–2017 માં ઘટીને 16,550 થઈ ગઈ હતી.

બોરિસ જ્હોનસનના આ નિર્ણયનું યુનિવર્સિટીઓ, વિદ્યાર્થી સંગઠનો, આભ્યાસમાં હિસ્સા ધારકો અને સંસદની વિદેશી બાબતોની સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. તે બધાએ વિઝા રીટર્ન માટે ભારે ઝુંબેશ ચલાવી હતી, પરંતુ થેરેસા મે દ્વારા તેને વારંવાર નકારી કાઢવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.