Not Set/ લોકરક્ષક પેપરલીક મામલો: ભાજપના ત્રીજા કાર્યકરની કરાઈ પૂછપરછ

અમદાવાદ, રવિવારે લોક રક્ષક-કોન્સ્ટેબલની યોજવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થવાને લઇ આ મામલે માથું ઉચકાયું છે. એક બાજુ રાજ્યની રુપાણી સરકાર દ્વારા પેપર લીક થવાની ઘટનાને લઈ બચવા માટે ખુલાસા આપવામાં આવી રહ્યા છે, ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે એક મોટો ધડકો થયો છે, લોકરક્ષક દળ પેપર લીક મામલે પોલીસે […]

Top Stories Gujarat Others
mantavya 11 લોકરક્ષક પેપરલીક મામલો: ભાજપના ત્રીજા કાર્યકરની કરાઈ પૂછપરછ

અમદાવાદ,

રવિવારે લોક રક્ષક-કોન્સ્ટેબલની યોજવામાં આવેલી પરીક્ષાનું પેપર લીક થવાને લઇ આ મામલે માથું ઉચકાયું છે. એક બાજુ રાજ્યની રુપાણી સરકાર દ્વારા પેપર લીક થવાની ઘટનાને લઈ બચવા માટે ખુલાસા આપવામાં આવી રહ્યા છે, ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

ત્યારે આજે એક મોટો ધડકો થયો છે, લોકરક્ષક દળ પેપર લીક મામલે પોલીસે ભાજપના ત્રીજા કાર્યકરની અટકાયત કરી છે. પોલીસે અટકાયત બાદ તેની આકરી પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ભાજપનેતા જયેન્દ્ર રાવલ નામના વ્યક્તિની અટકાયત કરી છે.  પોલીસે પેપર લીક કાંડ મામલે જેની અટકાયત કરી છે તે આ મામલે અગાઉ ધરપકડ કરવામાં આવનાર ભાજપના નેતા મનહર પટેલનો ખાસ મિત્ર છે.

આ પહેલા એલઆરડી પેપર લીક મામલે પોલીસે બે ભાજપના કાર્યકરોની ધરપકડ કરી છે. જયેન્દ્ર રાવલની ધરપકડની સાથે જ ભાજપના કુલ ત્રણ કાર્યકરોની સંડોવણી પેપર લીકમાં ખૂલી છે.

જયેન્દ્ર રાવલ અરવલ્લી ભાજપમાં સક્રિય નેતા છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે તેની અટકાયત કરી છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે જયેન્દ્ર રાવલ બાયડના સાંઢબા ગામનો બીજેપીનો પૂર્વ મહામંત્રી છે. હાલ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડેડ કરી નાખવામાં આવ્યા છે.

બાયડ નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા મનહર પટેલ અને ભાજપમાંથી ચૂંટાયેલા વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરીના નામ બહાર આવ્યા હતાં. જેને પગલે પોલીસે મુકેશ ચૌધરીની ધરપકડ કરી લીધી છે.

mantavya 13 લોકરક્ષક પેપરલીક મામલો: ભાજપના ત્રીજા કાર્યકરની કરાઈ પૂછપરછ

વડગામ તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ ચૌધરી અને બાયડ અરજણ વાવના મનહર પટેલને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની  સૂચના અનુસાર ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે .

૫ આરોપીઓ પૈકી બે લોકો ભાજપના કાર્યકર હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે હવે આ મામલાના તાર વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપના ટોચના માથાઓ સાથે જોડાયા એવી શંકા જોવા મળી રહી છે.

mantavya 12 લોકરક્ષક પેપરલીક મામલો: ભાજપના ત્રીજા કાર્યકરની કરાઈ પૂછપરછ

ભાજપના જ કેટલાક રાજકીય વર્ગ ધરાવતા લોકોએ આ કૌભાંડ કર્યું હોય તે વાત માની શકાય છે, જેમાં દિલ્હી ભાજપના પણ નેતા અને પોલીસની ઉચ્ચ એજન્સીઓના અધિકારીઓ પણ શામેલ હોય શકે છે તેવી વાતો બહાર આવી રહી છે.