Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 54 હજારથી વધુ કેસ, 717 દર્દીઓનાં થયા મોત

કોરોના વાયરસનો દેશમાં કહેર યથાવત છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 54,044 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 717 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

Top Stories India
ipl2020 51 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 54 હજારથી વધુ કેસ, 717 દર્દીઓનાં થયા મોત

કોરોના વાયરસનો દેશમાં કહેર યથાવત છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 54,044 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 717 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં હવે કેસની કુલ સંખ્યા 76,51,108 છે. જેમાં 7,40,090 સક્રિય કેસ, 67,95,103 રિકવરી, 1,15,914 મૃત્યુનો સમાવેશ થાય છે. એક જ દિવસમાં 61,775 નવી રિકવરી નોંધાઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, કોવિડ-19 માટે 20 ઓક્ટોબર સુધીમાં કુલ 9,72,00,379 સેમ્પલોનાં ટેસ્ટિંગ લેવામાં આવ્યા હતા, જેમાંથી 10,83,608 સેમ્પલો મંગળવારે લેવામાં આવ્યા છે. એક દિવસ અગાઉ મંગળવારે સાંજે આરોગ્ય મંત્રાલયનાં સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે, ભારતમાં રિકવરીનાં કેસોની સંખ્યા 67 લાખને વટાવી ગયા છે. જે કોઈપણ દેશમાં સૌથી વધુ સંખ્યા છે. અમે અત્યાર સુધીમાં 9 કરોડ 60 લાખ ટેસ્ટ કર્યા છે, આ વિશ્વની બીજી સૌથી મોટી સંખ્યા છે. ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર મૃત્યુ દર 83 છે, અમે વિશ્વનાં સૌથી ઓછા મૃત્યુદરવાળા દેશોમાં છીએ. વિશ્વનો સરેરાશ મૃત્યુ દર 142 છે. સક્રિય કેસોમાં સતત ઘટાડો થયો છે. 18 સપ્ટેમ્બરનાં રોજ, સક્રિય કેસની સંખ્યા 10 લાખથી વધુ હતી, હવે સક્રિય કેસની સંખ્યા 7,48,538 છે. તે 84 દિવસ પછી છે કે દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોની સંખ્યામાં 50,૦૦૦ થી ઓછી થઇ છે.