કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) ની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. માહિતી અનુસાર, ફેફસા સંબંધિત સમસ્યાને કારણે તેમને 4 જાન્યુઆરીએ સર ગંગારામ હોસ્પિટલ (Sir Gangaram Hospital) માં દાખલ કરવા પડ્યા હતા. હવે હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.
સર ગંગારામ હોસ્પિટલના બોર્ડ ઓફ મેનેજમેન્ટના અધ્યક્ષ ડો. અજય સ્વરૂપે જણાવ્યું કે સોનિયા ગાંધીને મંગળવારે બપોરે 3 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રજા આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, સર ગંગારામ હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને વાયરલ રેસ્પિરેટરી ઈન્ફેક્શન બાદ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સોનિયા ગાંધીની હાલત સ્થિર હતી અને તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હતો. 76 વર્ષીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને વાયરલ શ્વસન ચેપને કારણે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા હોસ્પિટલમાં દાખલ થવા સમયે તેમની સાથે હતી.
આ પણ વાંચો:22 ડિસેમ્બરે નોકરી શરૂ કરી અને પહેલો પગાર મળે તે પહેલા જેલમાં
આ પણ વાંચો:IAFએ બોમ્બની ધમકી બાદ લેન્ડ થયેલા રશિયન પ્લેનને કેવી રીતે સુરક્ષિત કર્યું
આ પણ વાંચો:રાખી સાવંતે ગુપ્ત રીતે આદિલ સાથે કર્યા લગ્ન? કોર્ટમાંથી લીક થયેલા ફોટા પર ચર્ચાએ પકડ્યું જોર