Not Set/ ભારતમાં નથી સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ, અમેરિકાની એક કંપનીનો દાવો

નવી દિલ્હીઃ નોટબંધી બાદ ભારતમાં જે રીતે સરકાર દ્વારા લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલું સુરક્ષિત છે ડિજિટલ પેમેન્ટ તે પણ જાણી લેવું જોઇએ. ભારતની ડિજિટલ એપે બેકિંગ સિસ્ટમ અમેરિકાની એક કંપનીએ સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાની મલ્ટિનેશનલ સેમીકન્ડક્ટર અને ટેલિકમ્યુનિકેશન્સ ઈક્વિપમેન્ટ ઉત્પાદક ક્વાલકોમે કહ્યું છે કે ભારતમાં હાલ કાર્યરત […]

India

નવી દિલ્હીઃ નોટબંધી બાદ ભારતમાં જે રીતે સરકાર દ્વારા લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલું સુરક્ષિત છે ડિજિટલ પેમેન્ટ તે પણ જાણી લેવું જોઇએ. ભારતની ડિજિટલ એપે બેકિંગ સિસ્ટમ અમેરિકાની એક કંપનીએ સવાલ ઉઠાવ્યા છે.

અમેરિકાની મલ્ટિનેશનલ સેમીકન્ડક્ટર અને ટેલિકમ્યુનિકેશન્સ ઈક્વિપમેન્ટ ઉત્પાદક ક્વાલકોમે કહ્યું છે કે ભારતમાં હાલ કાર્યરત વોલેટ્સ અને મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન્સ સુરક્ષિત નથી.

એક તરફ કેન્દ્ર સરકાર મોબાઈલ ફોન્સ દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ પદ્ધતિ અપનાવવા જનતાને પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે બીજી બાજુ, ચિપસેટ ઉત્પાદક ક્વાલકોમનું કહેવું છે કે ભારતમાં હાલ એકેય મોબાઈલ પેમેન્ટ એપ સુરક્ષિત નથી. આ એપ્લિકેશન્સ એવી કોઈ હાર્ડવેર લેવલ સિક્યૂરિટી વાપરતી નથી કે જેથી ઓનલાઈન સોદાઓ કરવાનું વધારે સુરક્ષિત બની રહે.

ક્વાલકોમના સિનિયર ડાયરેક્ટર (પ્રોડક્ટ મેનેજમેન્ટ) એસ.વાય. ચૌધરીએ અહીં પત્રકારોને કહ્યું હતું કે તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં મોટા ભાગના બેન્કિંગ કે વોલેટ એપ્સ હાર્ડવેર સિક્યૂરિટીનો ઉપયોગ કરતી નથી. તેઓ વાસ્તવમાં સંપૂર્ણપણે એન્ડ્રોઈડ મોડ પર સંચાલિત હોય છે અને યૂઝર્સના પાસવર્ડ ચોરાઈ જવાની પૂરી શક્યતા રહેતી હોય છે. યૂઝર્સ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરે છે એ પણ કેપ્ચર થઈ શકે છે… ભારતની વાત કરું તો, મોટા ભાગના ડિજિટલ વોલેટ્સ અને મોબાઈલ બેન્કિંગ એપ્સમાં આવા જોખમો રહેલા છે.