Delhi/ સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક, જાણો ક્યાં મુદ્દે ચર્ચા?

શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને કેટલાક અન્ય નેતાઓ હાજર છે.

Top Stories India
senior

શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને કેટલાક અન્ય નેતાઓ હાજર છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા સૂચિત ‘ચિંતન શિવર’, આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, સભ્યતા અભિયાન અને અન્ય કેટલાક મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવા અંગે પણ બેઠકમાં મંથન થયાના અહેવાલ છે. જો કે, પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

નફરત અને કટ્ટરતા બંધ કરવી જરૂરી છેઃ સોનિયા ગાંધી

કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક અખબારના લેખમાં કહ્યું છે કે આજે આપણા દેશમાં નફરત, ધર્માંધતા, અસહિષ્ણુતા અને અસત્ય પ્રવર્તે છે. જો હવે આપણે તેને અટકાવીશું નહીં તો આવનારા સમયમાં એટલું નુકસાન થશે કે આપણે તેની ભરપાઈ કરી શકીશું નહીં.

આ પણ વાંચો:ભાજપ-RSSની નફરતની કિંમત ચૂકવી રહ્યો છે દરેક ભારતીય : રાહુલ ગાંધી

ગુજરાતનું ગૌરવ