Not Set/ મુંબઈ: શેરબજારમાં લાલચોળ તેજીનો માહોલ, પહેલીવાર સેન્સેક્સ 37 હજારને પાર

ગુરુવારના રોજ સેન્સેક્સ પહેલીવાર 37,000ના આંકડા સુંધી પહોંચ્યું છે. નિફ્ટીએ પણ 11,171ના રેકોર્ડ સ્તર પર પહોંચી શરૂઆત કરી છે. સતત ચોથા દિવસે સેન્સેક્સ નવી ઉંચાઈએ પહોંચ્યો છે. કારોબાર દરમિયાન સેન્સેક્સે 37014.65ના ઓલટાઈમ હાઈ સ્તર પર પહોંચી ગયો છે. શરૂઆતી કારોબારમાં નિફ્ટી-50 પર ભારતી એરટેલ, એસબીઆઈ, આઈટીસી જેવા હેવીવેટ શેરોમાં બઢત જોવા મળી રહી છે. સેન્સેક્સ […]

Top Stories Trending Business
મુંબઈ: શેરબજારમાં લાલચોળ તેજીનો માહોલ, પહેલીવાર સેન્સેક્સ 37 હજારને પાર

ગુરુવારના રોજ સેન્સેક્સ પહેલીવાર 37,000ના આંકડા સુંધી પહોંચ્યું છે. નિફ્ટીએ પણ 11,171ના રેકોર્ડ સ્તર પર પહોંચી શરૂઆત કરી છે. સતત ચોથા દિવસે સેન્સેક્સ નવી ઉંચાઈએ પહોંચ્યો છે. કારોબાર દરમિયાન સેન્સેક્સે 37014.65ના ઓલટાઈમ હાઈ સ્તર પર પહોંચી ગયો છે.

શરૂઆતી કારોબારમાં નિફ્ટી-50 પર ભારતી એરટેલ, એસબીઆઈ, આઈટીસી જેવા હેવીવેટ શેરોમાં બઢત જોવા મળી રહી છે. સેન્સેક્સ પર પીએનબી હાઉસીંગ, અંબુજા સિમેન્ટ અને ડીબીએલના શેરોમાં બઢત જોવા મળી રહી છે.

જુલાઈ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટસની એક્સપાયરીના દિવસે ડોમેસ્ટિક શેરબજારની શરૂઆત રેકોર્ડ સ્તરે થઇ.

– 25 જુલાઈ- સેન્સેક્સ 36947.18ના હાઈ લેવલે
– 24 જુલાઈ- રેન્સેક્સ રેકોર્ડ 36902.06 સ્તર સુધી ગયો
– 23 જુલાઈ- સેન્સેક્સે 36749.69ના રેકોર્ડ સ્તરે

બુધવારે સેન્સેક્સ જ્યાં ૩૩.13 અંકોની બઢત સાથે 36,858.23ના રેકોર્ડ સ્તર પર પહોંચીને બંધ થયું. ત્યાં નિફ્ટીમાં 2.30 અંકોની ઉતાર જોવા મળી. આ ઉતારના લીધે નિફ્ટી 11,132ના સ્તર પર બંધ થયું.