નામકરણ/ મોટેરા સ્ટેડીયમ હવે ઓળખાશે આ નામ થી…

2016 માં, સ્ટેડિયમ તોડી પાડવાની કામગીરી શરૂ થઈ હતી. પાંચ વર્ષમાં આશરે 750-800 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેડિયમનું ફરી નવનિર્માણ થયું છે.

Ahmedabad Gujarat Trending
congres 7 મોટેરા સ્ટેડીયમ હવે ઓળખાશે આ નામ થી...

આજ રોજ અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડીયમ નો લોકાર્પણ સમારોહ યોજયો છે.  જેમાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજરી આપી રહ્યા છે.

24 ફેબ્રુઆરી 2021 બુધવારનો દિવસ ક્રિકેટ ઇતિહાસનાં પાનામાં નોંધવા જઈ રહ્યો છે. અમદાવાદના  સરદાર પટેલ સ્ટેડીયમને નવી  ઓળખ મળી છે.  હવે થી આ  સ્ટેડીયમ નરેન્દ્ર મોદી  સ્ટેડિયમ  તરીકે ઓળખાશે.

congres 8 મોટેરા સ્ટેડીયમ હવે ઓળખાશે આ નામ થી...

આ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ થશે. 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આ મેચ રમવાની સાથે જ આંતરરાષ્ટ્રીય મેચ વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમમાં શરૂ થશે. કિરણ રિજ્જુ, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, પ્રદીપ સિંહ જાડેજા સહિત ના નેતાઓ આજે સ્ટેડિયમ પર હાજર છે.

વિશેષતા

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખ 10 હજાર દર્શકોની બેસવાની ક્ષમતા છે. આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે. તેમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રેક્ટિસ માટેની સુવિધાઓ છે. અહીંની ડ્રેનેજ સિસ્ટમ એટલી આધુનિક છે કે વરસાદ બંધ થયાના અડધા કલાક પછી જ મેચ શરૂ થઈ શકે છે. દેશનું આ પહેલું સ્ટેડિયમ છે જ્યાં ખાસ એલઇડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે.2016 માં, સ્ટેડિયમ તોડી પાડવાની કામગીરી શરૂ થઈ હતી. પાંચ વર્ષમાં આશરે 750-800 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેડિયમનું ફરી નવનિર્માણ થયું છે.