Not Set/ ગુજરાત/ રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારી અકચોકસ મુદતની હડતાળ પર, આજે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત

ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ત્રણ દીવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા કેટલાંય મહિનાઓથી કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને માસ CL  ઉતારીને પોતાનો વિરોધ નોધાવી રહ્યા હતા. પરંતુ કોઈ જ નિવેડો આવ્યો નથી. જેને લઈને રાજ્યભરના મહેસુલ કર્મચારી છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. તેમના વિવિધ 17 જેટલા […]

Top Stories Gujarat Others
rajkot 3 ગુજરાત/ રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારી અકચોકસ મુદતની હડતાળ પર, આજે ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત

ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓ છેલ્લા ત્રણ દીવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા કેટલાંય મહિનાઓથી કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને માસ CL  ઉતારીને પોતાનો વિરોધ નોધાવી રહ્યા હતા. પરંતુ કોઈ જ નિવેડો આવ્યો નથી. જેને લઈને રાજ્યભરના મહેસુલ કર્મચારી છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. તેમના વિવિધ 17 જેટલા મુદ્દાઓના પડતર પ્રશ્નોના સરકાર દ્વારા નિરાકરણ ન કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં અકચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમની માંગ છે કે સરકાર મહેસુલ વિભાગના મંડળ સાથે સકારાત્મક ચર્ચા કરી તેમની માંગો પુરી કરે અને જ્યાં સુધી સરકાર તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે

મહીસાગર

મહીસાગર જિલ્લાના મહેસુલ વિભાગના કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ કરવામાં ન આવતા ગુજરાત રાજ્ય મહેસુલ વિભાગ કર્મચારી મંડળ ના આદેશથી અકચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે જે આજે ત્રીજા દિવસે પણ હડતાળ ચાલુ છે

જિલ્લા કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં મહીસાગર જિલ્લાના મહેસુલ વિભાગ ના કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ  કરવામાં ન આવતા ગુજરાત રાજ્ય મહેસુલ વિભાગ કર્મચારી મંડળ ના આદેશથી અકચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે જે આજે ત્રીજા દિવસે પણ હડતાળ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.