ગુજરાત/ ગોંડલના કલાકારે નોઈડાની હોસ્પિટલ અને અરૂણાચલ પ્રદશમાં 700 ફૂટ લાંબી દિવાલ પર રંગબેરંગી ચિત્રો બનાવ્યા

આ લાંબી દીવાલ પર વિવિધ જાતિના લોકોનું સામાજિક જીવન તેમજ હસ્તકલા પધ્ધતિ ઓ તેમજ પ્રાણી સૃષ્ટિ ઓ દર્શાવામાં આવી છે

Gujarat Others Trending
ગોંડલ

દેશની ઉંચી ઉંચી ઈમારતો અને લાંબી દીવાલો પર બ્રશ અને એરગનથી પેઇન્ટિંગ કરીને જાણીતા બનેલા ગોંડલના ઇન્ટરનેશનલ આર્ટીસ્ટ મુનિર બુખારીએ પોતાની પેઇન્ટિંગ થી દેશ વિદેશના કલાપ્રેમીના દિલ જીતી લીધેલ છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે આવેલ અદ્યતન બાળકોની હોસ્પિટલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ નોઈડા સેક્ટર 30 જેવી અદ્યતન હોસ્પિટલની દીવાલો ઉપર રંગબેરંગી કલાકારી કરી છે. બ્રશ અને એરગનથી

ગોંડલ

ફિલ્મી કલાકાર રિશીકપુર અને નિતુસિંઘની પુત્રી રિદ્ધિમાં કપૂરે આ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી,  આ વિરાટ વોલ પેઇન્ટિંગ જોઈને તારીફ કરી ફોટોસ ક્લિક કર્યા હતા અને પોતાનાં બ્લોગ પર અપલોડ પણ કર્યા હતા મુનિર બુખારી ગોંડલ નું ગૌરવ છે દેશ વિદેશ ઓસ્ટ્રેલિયા તેમજ અબુધાબી માં પણ તેમને પોતાની પેઇન્ટિંગ કલા ના કામણ થી વિદેશીઓ ના પણ દિલ જીતી લીધેલ ભારતમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, કોઈમ્બતુર,નોઈડા, હરિયાણા, બિહાર, અરુણાચલ પ્રદેશ, તેમજ અનેક જગ્યાએ તેમના દ્વારા  વિરાટ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે બોલીવૂડના બિગ બી અમિતાભ બચ્ચન તેમજ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા સન્માનિત કરાયા છે.

ગોંડલ

આ પ્રોજેક્ટ સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દિલ્હી અને એશિયન પેઇન્ટસ ના સહયોગથી શક્ય બન્યું છે. તે માટે મુનિર બુખારી તેમનો આભાર માને છે આ પ્રોજેક્ટનાં ટિમ વર્કમાં આર્ટીસ્ટ મુનિર બુખારી, સ્વાતિ વિજય,  સહાયક  ત્રિવેન્દ્ર પ્રસાદ રહ્યા હતા ડિઝાઇન જોહનસન અને નિકુંજપ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.  અરુણાચલ પ્રદેશને વર્ષ 2022 માં  50 વર્ષ પૂર્ણ થયા હોય તેની ઐતિહાસિક ક્ષણ ની ઉજવણી કરવા માટેસ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દિલ્હી, એશિયન પેઇન્ટસ, તેમજ અરુણાચલ પ્રદેશ ની સરકાર સાથે મળીને આ અનોખો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો આ લાંબી દીવાલ પર વિવિધ જાતિના લોકોનું સામાજિક જીવન તેમજ હસ્તકલા પધ્ધતિ ઓ તેમજ પ્રાણી સૃષ્ટિ ઓ દર્શાવામાં આવી છે આ પ્રોજેક્ટ માં મુનિર બુખારી સાથે દિલ્હીના ત્રિવેન્દ્ર પ્રસાદ, કોલકાતા ના સાયન મુખર્જી તેમજ અરુણાચલ પ્રદેશના સહાયક આર્ટિસ્ટ સાથે રહ્યા હતા.

ગોંડલ

આ પણ વાંચો : નવિન ફલોરિન ઇન્ટરનેશનલનાં દહેજ પ્લાન્ટનો આજથી પ્રારંભ : HFO કેમિકલ ઉત્પાદનથી કાર્બન ઉત્સર્જન ઘટાડશે