યુટયુબર પુનીત કૌરનો દાવો: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ અટકવાનું નામ જ નથી લઇ રહી. અશ્લીલ ફિલ્મ બનાવવાનો અને તેને એપ પર રિલીઝ કરવાના આરોપમાં ફસાયેલા રાજ કુંદ્રા વિશે દરેકની જુદી જુદી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, આપને જણાવી દઈએ કે મુંબઇ ક્રાઇમ બ્રાંચે સોમવારે રાત્રે રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરી હતી. જે બાદ રાજ કુંદ્રાને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પરંતુ એક પ્રખ્યાત યુટ્યુબરે હવે દાવો કર્યો છે કે પહેલાથી જ વિવાદોમાં રહેલા રાજ કુંદ્રાએ તેણે પણ એપ ‘હોટશોટ્સ’ના વીડિયોમાં કામ કરવાનું કહ્યું હતું.
પુનીત કૌરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને રાજ કુંદ્રા પર આ આરોપ લગાવ્યા છે. પુનીતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક સમાચાર રિપોર્ટ્સ શેર કર્યા, કેપ્શનમાં તેણે લખ્યું – બ્રો, તમને અમારો વેરિફાઇડ ડાયરેક્ટ સંદેશ યાદ છે, જ્યાં તેણે મને હોટશોટ્સ માટે મેસેજ કર્યો હતો? આ કેપ્શન પુનીતે એક મિત્રને ટેગ કરતા લખ્યું હતું.
આ પણ વાંચો :ફિલ્મ ધડકના ત્રણ વર્ષ થયા પૂર્ણ, જ્હાનવી – ઇશાન અને શંશાકે શેર કરી સુંદર પળો
પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર કેપ્શન સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં તેણે લખ્યું, ‘આ માણસ ખરેખર લોકોને ફસાવી રહ્યો છે. જ્યારે રાજ કુંદ્રાના ડીએમ પ્રથમ વખત મારી પાસે આવ્યા, ત્યારે મને લાગ્યું કે તે સ્પેમ છે. પુનીત કૌરે લખ્યું કે, ‘ભગવાન જેલમાં સડી રહેલા આ માણસને આશીર્વાદ આપો’. તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર રાજ કુંદ્રાના અનેક સ્ક્રીન શોટ્સ પણ શેર કર્યા.
આ પહેલીવાર નથી જ્યારે રાજ કુંદ્રાનું નામ અશ્લીલ ફિલ્મો બનાવવાના કૌભાંડમાં સામે આવ્યું છે. અગાઉ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડે અને અન્ય એક મોડેલ સાગરિકા શોનાએ પણ આ પ્રખ્યાત ઉદ્યોગપતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જ્યારે મોડેલ સાગરિકા આ રેકેટ વિશે ખુલ્લેઆમ બોલી હતી ત્યારે રાજ કુંદ્રાનું નામ આ રેકેટ સાથે સૌ પ્રથમ સંકળાયેલું હતું.
આ પણ વાંચો : ઘરપકડ બાદ માસૂમ જોવા મળ્યો રાજ કુંદ્રા, શું તેના ડર્ટી સિક્રેટ છુપાવવા માટે પણ ખર્ચ કરતો હતો પૈસા
સાગરિકાએ આરોપ લગાવ્યો કે આ રેકેટ રાજ કુંદ્રા ચલાવે છે. સાગરિકાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમને એક વેબસીરીઝ માટેની ઓફર મળી છે, જે તેને રાજ કુંદ્રા તરફથી મળી છે. સાગરિકાએ આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાની કંપની દ્વારા તેમને ન્યૂડ ઓડિશન માટે કહેવામાં આવ્યું હતું, જેનો તેણે ઇનકાર કરી દીધો હતો.
તે જ સમયે, પૂનમ પાંડે વિશે વાત કરવામાં આવે તો, અહેવાલો અનુસાર, તેણે રાજ કુંદ્રા અને તેની કંપની સામે પણ કેસ દાખલ કર્યો હતો. પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો કે તેને રાજ કુંદ્રાની કંપની તરફથી ઘણી વખત ધમકીઓ મળી હતી. તેને બળાત્કાર, હત્યા અને એસિડ ફેંકવાની ધમકીઓ મળતી હતી. હવે રાજ કુંદ્રાની ધરપકડ બાદ પણ પૂનમ પાંડેએ તેની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેણે ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :પોર્નોગ્રાફી કાંડ મામલે પુનમ પાંડેએ આપી પોતાની પ્રતિક્રિયા
આ પણ વાંચો : બોલીવુડ ઇન્ડસ્ટ્રી ગટર છે, હું તેનું ઉજાગર ચોક્કસ કરીશ : કંગના રનૌત