પોર્નોગ્રાફી કેસ / ઘરપકડ બાદ માસૂમ જોવા મળ્યો રાજ કુંદ્રા, શું તેના ડર્ટી સિક્રેટ છુપાવવા માટે પણ ખર્ચ કરતો હતો પૈસા

રાજ કુંદ્રાએ પ્રશ્નોના જવાબો પણ આપ્યા નહોતા. મુંબઇ પોલીસ આરોપીઓને ઘણીવાર બાયકુલામાં જ રાખે છે અને અહીંથી જ તેમની પૂછપરછ કરવામાં આવે છે.

ઘરપકડ બાદ માસૂમ જોવા મળ્યો રાજ કુંદ્રા: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવાના મામલે એસ્પ્લેનેડ કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જ્યારે મંગળવારે ક્રાઈમ બ્રાંચની ટીમ તેને બાયકુલા જેલમાં લઈ જઇ રહી હતી, ત્યારે તે ઘણો નિરાશ જોવા મળ્યો હતો. આ દરમિયાન રાજ કુંદ્રાએ પ્રશ્નોના જવાબો પણ આપ્યા નહોતા. મુંબઇ પોલીસ આરોપીઓને ઘણીવાર બાયકુલામાં જ રાખે છે અને અહીંથી જ તેમની પૂછપરછ કરવામાં આવે છે. જોકે, સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે 4 ફેબ્રુઆરીએ આ કેસમાં પહેલી ફરિયાદ થયા પછી પોલીસે આટલો સમય કેમ ખર્ચ કર્યો? એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં રાજ કુંદ્રાનું સંપૂર્ણ વ્યવસાયિક મોડલ બહાર આવવા જઇ રહ્યું છે, જેનાથી તે સ્પષ્ટ થઈ જશે કે તેઓ કેવી રીતે ‘ગુપ્ત ધંધા’ છુપાવવા માટે લાંચનો ઉપયોગ કરી રહ્યો હતો.

તેથી, મુંબઈ પોલીસે 4 ફેબ્રુઆરીએ આ સમગ્ર મામલામાં પ્રથમ કેસ નોંધ્યો હતો. આ કિસ્સામાં મુંબઈમાં જ એક યુવતી માલવાની પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે આ અશ્લીલ રેકેટ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે કેવી રીતે કેટલાક લોકો ફિલ્મો અને ઓટીટીમાં કામ મેળવવાના નામે છોકરીઓને અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા મજબૂર કરે છે. આ પછી પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલા બંગલા પર દરોડો પાડ્યો હતો, જેને પોર્ન ફિલ્મોના શૂટિંગ માટે ઉદ્યોગપતિઓ ભાડે આપી રહ્યા હતા. આ દરોડામાં બોલિવૂડ અભિનેત્રી સહિત 11 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે પોલીસને અહીંથી રાજ કુંદ્રા અને તેની પોર્ન કંપની વિશે કડીઓ મળી હતી. જો કે, પોલીસ નક્કર પુરાવા વગર કાર્યવાહી કરવાથી બચી રહી હતી.

આ પણ વાંચો :બોલીવુડ ઇન્ડસ્ટ્રી ગટર છે, હું તેનું ઉજાગર ચોક્કસ કરીશ : કંગના રનૌત

કુંદ્રા પર ખૂબ જ હોંશિયારીપૂર્વક આ ધંધો ચલાવવાનો આરોપ લાગ્યો છે જેથી કોઈને ખબર ન પડે કે અશ્લીલ ફિલ્મોની આ કંપની કોણ ચલાવી રહ્યું છે અને તે ક્યાંથી ચાલી રહી છે.

ગ્લેમરની ચકાચોંધ દુનિયા પાછળ કેવી અંધારી દુનિયા છુપાયેલી છે તેનું તાજેતરનું ઉદાહરણ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા છે. લોકો એવું માને છે કે, રાજ કુંદ્રા એક બહુ મોટો બિઝનેસમેન છે, વિદેશમાં તેના બહુ મોટા કામ-ધંધા ચાલી રહ્યા છે પરંતુ તેનું સૌથી ગંદુ અને ઉંડુ રહસ્ય સામે આવ્યું તો લોકો ચોંકી ઉઠ્યા છે.

આ પણ વાંચો : પોર્નોગ્રાફી કાંડ મામલે પુનમ પાંડેએ આપી પોતાની પ્રતિક્રિયા

મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈના રોજ રાજની ધરપકડ કરી હતી અને તે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવી કેટલીક એપ્સ પર પબ્લિશ કરવા મામલે ઝડપાયો હોવાની જાણ થઈ હતી. પોલીસને કાયદેસર તેના વિરૂદ્ધ પુરાવા પણ મળી આવ્યા છે જેથી ભારે સનસનાટી મચી ગઈ છે.

મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા આ ઈન્ડસ્ટ્રીમાં મળતા પૈસાની લાલચથી ખેંચાયો હતો અને તેમાં ઝંપલાવ્યું હતું. ઉપરાંત પોલીસે કરેલા ખુલાસા પ્રમાણે રાજની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝ આ ધંધો આખરે ક્યાંથી ચાલી રહ્યો છે તે ગુપ્ત રાખવા માટે પણ પૈસા ખરચતી હતી. રાજ કુંદ્રાએ આ માટે એક વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું પરંતુ ફેબ્રુઆરી મહિનામાં થયેલી કેટલીક ધરપકડોથી રાજ કુંદ્રાની બધી પોલ ખુલી ગઈ હતી.

આ પણ વાંચો :રાજ કુંદ્રા ક્યાંથી કરે છે કમાણી? ધ કપિલ શર્મા શો નો જુનો વીડિયો વાયરલ

ઘરપકડ બાદ માસૂમ જોવા મળ્યો રાજ કુંદ્રા: આપને જણાવી દઈએ કે રાજ કુંદ્રાએ કોર્ટમાં હાજર થયા પછી સ્પષ્ટતા કરી હતી કે તેણે ઘણા દિવસો પહેલા એક આરોપી પ્રદીપ બક્ષીને હોટશોટ એપ વેચી હતી. તેમણે કહ્યું કે મેં આ કંપનીને 25,000 ડોલરમાં વેચી હતી અને હવે મારી પાસે આ કંપનીમાં ભાગ નથી. જોકે પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે રાજ તેની એપ હોટશોટ દ્વારા અશ્લીલ વીડિયો સાથે સતત વ્યવહાર કરતો હતો અને વોટ્સએપ ચેટ દ્વારા કંપનીના લોકો સાથે પણ સંકળાયેલો હતો. આ કેસમાં ગેહના વશિષ્ઠ અને ઉમેશ કામતનાં નામ પણ સામે આવ્યાં છે. આ લોકોની પૂછપરછમાં જ રાજ કુંદ્રાનું નામ બહાર આવ્યું હતું. પૂનમ પાંડે અને શર્લિન ચોપડાએ પણ રાજ કુંદ્રાને આ સંબંધિત હોવાનો આરોપ લગાવ્યો છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment