Bollywood / રાજ કુંદ્રા ક્યાંથી કરે છે કમાણી? ધ કપિલ શર્મા શો નો જુનો વીડિયો વાયરલ

કુંદ્રાની ધરપકડની વચ્ચે ધ કપિલ શર્મા શોમાંથી રાજ, શિલ્પા અને શિલ્પાની બહેન શમિતા શેટ્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે…

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને 19 જુલાઈની રાત્રે પોર્ન ફિલ્મો બનાવવા અને તેને રિલીઝ કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. આ સમાચાર પછી રાજ કુંદ્રાને લગતા ઘણાં ખુલાસા એક પછી એક બહાર આવવા લાગ્યા છે. આ દરમિયાન રાજનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કપિલ શર્મા તેની આવકનો સ્રોત પૂછતા નજરે પડે છે.

રાજ કુંદ્રા, પત્ની શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમિતા શેટ્ટી સાથે ધ કપિલ શર્મા શોના એક એપિસોડમાં દેખાયા હતા. આ દરમિયાન કપિલ શર્મા મજાકથી તેમને કહે છે કે, ‘તમે ફિલ્મ સ્ટાર્સ સાથે ફૂટબોલ રમતા જોવા મળો છો, ક્યારેક ફ્લાઇટમાં, કંઈક સમાચારમાં આવી રહ્યા છે, તો તમે ક્યાંક ફરતા હોવ છો, તો ક્યારેક તમે શિલ્પાને શોપિંગ કરવા લઇ જાવ છો.’ આગળ, કપિલ કહે છે, ‘પાજી, તમે કઈ પણ કર્યા વગર પૈસા ક્યાંથી કમાવ છો. તમે કામમાં ખૂબ વ્યસ્ત હોવા છતા તમે કેવી રીતે પૈસા કમાવ છો?

https://twitter.com/DessieAussie/status/1417238978533761031?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1417238978533761031%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Fraj-kundra-old-video-viral-when-kapil-sharma-asks-about-his-income-source-tmov-1294220-2021-07-20

ધરપકડ બાદ બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ-સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નાગરાલેએ જણાવ્યું હતું કે, “અશ્લીલ ફિલ્મો બનાવવાની અને કેટલીક એપ્સ દ્વારા તેે પ્રકાશિત કરવા અંગે ક્રાઈમ બ્રાંચમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અમે રાજ કુન્દ્રાની ધરપકડ કરી લીધી છે, કારણ કે તે મુખ્ય કાવતરું કરનાર હોવાનું જણાયું છે.” તેમણે ઉમેર્યું હતું કે, “આ અંગે અમારી પાસે પૂરતા પુરાવા છે અને વધુ તપાસ ચાલુ છે.”

ગયા મહિને રાજ કુંદ્રા  તેના ઇન્ટરવ્યુ માટે હેડલાઈન્સમાં ચમક્યો હતો જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની ભૂતપૂર્વ પત્ની કવિતાએ તેની બહેનના પતિ સાથે કથિત અફેર રાખ્યો હતો. રાજેે કવિતાના અફેરને તેની અને તેની પ્રથમ પત્ની વચ્ચે છૂટાછેડાનું કારણ ગણાવ્યું હતું.જોકે આ પછી કવિતાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે રાજ સાથેના લગ્નભંગ અંગે શિલ્પા શેટ્ટી પર આરોપ લગાવ્યો હતો.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment