Bollywood/ અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડનો વાર્ષિક પગાર છે આટલો, રકમ જાણીને આંખો ફાટી જશે

અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ તરીકે તૈનાત મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. એવા અહેવાલો હતા કે તેમની વાર્ષિક આવક 1.5…

Entertainment
બોડીગાર્ડ

અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ તરીકે તૈનાત મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. એવા અહેવાલો હતા કે તેમની વાર્ષિક આવક 1.5 કરોડ રૂપિયા છે. જિતેન્દ્ર શિંદેની 2015 માં અમિતાભના બોડીગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેને દક્ષિણ મુંબઈના ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે અને તે નિયમિત ટ્રાન્સફર છે. 15 દિવસ પહેલા તેમની બદલી કરવામાં આવી હતી અને તે સમયે તે પોલીસ નોટિસમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :ટોમ ક્રુઝને થયુ હજારો પાઉન્ડનું નુકશાન, બોડીગાર્ડની BMW માં રાખેલા સામાનની થઈ ચોરી

અધિકારીએ જણાવ્યું કે બચ્ચનને મુંબઈ પોલીસ દ્વારા ‘એક્સ’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. 2015 માં બોડીગાર્ડ તરીકે પોસ્ટ થયા બાદ તે અભિનેતાના સુરક્ષા કવચનો ભાગ બન્યો હતો. માર્ગદર્શિકા મુજબ, પોલીસ કોન્સ્ટેબલ પાંચ વર્ષથી વધુ સમય માટે હોદ્દો રાખી શકે નહીં.

તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શિંદે સુપરસ્ટારના અંગરક્ષક તરીકેની જમાવટ દરમિયાન દર વર્ષે 1.5 કરોડ રૂપિયા કમાય છે.

પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે શિંદે વિશ્વસનીય અંગરક્ષકોમાંના એક છે અને બચ્ચન સાથે તેમના રક્ષણાત્મક કવરમાં ઘણી વખત જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : સોનુ સૂદે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત, AAP માં જોડાવાની અટકળો

તેમની પત્ની એક એજન્સી ચલાવે છે, જે ઘણી મોટી હસ્તીઓને સુરક્ષા પૂરી પાડે છે. રાજ્ય સરકાર એ પણ તપાસ કરી રહી છે કે શું શિંદેએ તેની સંપત્તિની વિગતો પોલીસ વિભાગને આપી હતી.

આપને જણાવી દઈએ કે, મહાનાયકને પ્રોટેક્ટ કરવાની જવાબદારી તેમના સંભાળે છે તેમના બોડીગાર્ડ જીતેન્દ્ર શિંદે. અમિતાભના ઘરની બહાર નિકળતાની સાથે જ જીતેન્દ્ર એક્ટિવ થઈ જાય છે અને તેમની આસપાસ આવનાર દરેક વ્યક્તિ પર નજર રાખે છે.

મોટાભાગની તસ્વીરોમાં તમે જીતેન્દ્રને અમિતાભની આસપાસ પડછાયાની જેમ ઉભેલા જોયા હશે. પરંતુ આટલી મોટી જવાબદારી સંભાળતા જીતેન્દ્ર આખરે આ કામ માટે કેટલી ફી લે છે? તેમની પોતાની સુરક્ષા એજન્સી પણ છે પરંતુ બીગ બીની રક્ષા તે પોતે કરે છે.

આ પણ વાંચો :એરપોર્ટ પર સોનુ સૂદનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ, ચાહકોને આપી આ સલાહ

પબ્લિક ઈવેન્ટ્સથી લઈને ‘કોન બનેગા કરોડપતિ’ના સેટ સુધી અમિતાભ જ્યાં પણ જાય છે જીતેન્દ્રની તેમની સાથે હોય છે. રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચનની સુરક્ષા કરવા માટે જીતેન્દ્રને વર્ષના 1.5 કરોડ રૂપિયા મળે છે. એટલે કે દર મહિને તેમને લગભગ 12,50,000 રૂપિયા પગાર મળે છે.

આપને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન સિવાય દીપિકા પાદુકોણ, સલમાન ખાન, શાહરુખ ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સ છે જેમના બોડીગાર્ડ હંમેશા ચર્ચામાં રહે છે.

સલમાન ખાનના બોડીગાર્ડનું નામ શેરા છે, જ્યારે શાહરૂખ ખાનના બોડીગાર્ડનું નામ રાજુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બે સ્ટાર્સના બોડીગાર્ડનો પગાર અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ કરતા વધારે છે.

આ પણ વાંચો :કોઈપણ જાતની કસરતો કર્યા વગર જેઠાલાલે ઉતાર્યું 10 કિલો વજન, જાણો કઇ રીતે ?

જો અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે તેઓ ફિલ્મ ‘ચહેરે’માં જોવા મળશે. જેમાં ઈમરાન હાશ્મી, રિયા ચક્રવર્તી અને અન્નુ કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય અમિતાભ બચ્ચન ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે કે જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મોમાં નાગરાજ મંજુલેની ‘ઝૂંડ’, અજય દેવગનની ‘મે ડે’ અને ‘ગૂડબાય’ તેમજ હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની રિમેકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :નુસરત જહાંના ઘરે ગુંજી કિલકારીઓ, TMC સાંસદે આપ્યો બેબી બોયને જન્મ