Not Set/ સ્કીનની અસાધ્ય બીમારીથી ઝઝૂમી રહી છે યામી ગૌતમ, પોસ્ટ કરીને આપ્યું…

અભિનેત્રી યામી ગૌતમ સુંદર હોવાની સાથે સાથે એક અદ્ભુત અભિનેત્રી પણ છે, પરંતુ તાજેતરમાં જ તેણે પોતાની જૂની સ્કીનની સમસ્યાની પીડા તેના ચાહકો…

Trending Photo Gallery
યામી ગૌતમ

બોલિવૂડની દુનિયામાં ગ્લેમરની મોટી ભૂમિકા છે અને ફિલ્મોની દુનિયામાં કોઈપણ કલાકાર માટે પરફેક્ટ દેખાવું ખૂબ જ જરૂરી છે. અભિનેત્રીઓ માટે, આ વધુ મહત્વનું બની જાય છે. અભિનેત્રી યામી ગૌતમ સુંદર હોવાની સાથે સાથે એક અદ્ભુત અભિનેત્રી પણ છે, પરંતુ તાજેતરમાં જ તેણે પોતાની જૂની સ્કીનની સમસ્યાની પીડા તેના ચાહકો સાથે શેર કરી છે.

a 101 સ્કીનની અસાધ્ય બીમારીથી ઝઝૂમી રહી છે યામી ગૌતમ, પોસ્ટ કરીને આપ્યું...

આ પણ વાંચો :ક્રુઝના CEOને NCB એ મોકલ્યું સમન્સ, આર્યન ખાને પણ કરી આ કબૂલાત

પોતાની ગોરી અને ચમકતી ત્વચા અને સુંદરતા માટે જાણીતી યામી ગૌતમે તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે કહ્યું છે કે તેને એક સ્કીનની બીમારી છે જે સાધ્ય નથી.

a 102 સ્કીનની અસાધ્ય બીમારીથી ઝઝૂમી રહી છે યામી ગૌતમ, પોસ્ટ કરીને આપ્યું...

યામી ગૌતમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘મેં તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે. પોસ્ટ પ્રોડક્શન દરમ્યાન સ્કિન પર જોવા મળતા દાણાને છૂપાવી શકાત, પણ મેં નિર્ણય લીધો છે કે હવે આ હકીકતનો હું ખુલીને સ્વીકાર કરીશ.

a 103 સ્કીનની અસાધ્ય બીમારીથી ઝઝૂમી રહી છે યામી ગૌતમ, પોસ્ટ કરીને આપ્યું...

આ પણ વાંચો :આર્યન ખાનની ધરપકડ પર ભડક્યો મિકા સિંહ, કહ્યું – આટલા મોટા ક્રુઝમાં માત્ર….

યામી ગૌતમ પોતાની બીમારી વિશે વિસ્તારમાં જણાવે છે કે, આ બીમારીનું નામ કેરાટોસિસ પિલારીસ છે, જેનો કોઈ ઈલાજ નથી. સાથે તે પોતાનું સેન્સ ઓફ હ્યુમર દેખાડતા કહે છે કે, ‘આ ડિઝીઝ તમને એટલું બધું હેરાન નહીં કરે, જેટલું તમારું દિમાગ અને પડોશી આંટી કરે છે.’

 

View this post on Instagram

 

A post shared by Yami Gautam Dhar (@yamigautam)

 

યામી ગૌતમે પોતાની બીમારીનો ખુલીને સ્વીકાર કર્યો છે એટલે તે વધુ સારું અનુભવી રહી છે. પોતાની પોસ્ટમાં તે લખે છે, ‘મેં ઘણાં વર્ષોથી આને સહન કર્યું છે, હવે વધુ નહીં કરું, મેં નક્કી કર્યું છે કે પોતાની ખામીઓને દિલથી સ્વીકારીશ. અને સત્ય સાથે આ વાતને હું શેર કરી રહી છું.’

a 104 સ્કીનની અસાધ્ય બીમારીથી ઝઝૂમી રહી છે યામી ગૌતમ, પોસ્ટ કરીને આપ્યું...

આ પણ વાંચો :અનુપમ ખેરે શરુ કર્યું તેની 520 મી ફિલ્મનું શૂટિંગ, ઉચાઈ માટે ફરી મળાવ્યો રાજશ્રી ફિલ્મ્સ સાથે હાથ

આ પણ વાંચો : પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તર સામે નોધાઇ FIR