જેતપુર/ SBI બેંકનો કર્મચારી લાખો રૂપિયા ATM મશીનમાં નાખવાને બદલે ખીચ્ચામાં નાંખી રફુચક્કર

રીષેશ પુરી થઈ ગઈ અને ત્રણેક વાગવા આવ્યા, છતાંય વિજય હજુ ન દેખાતા મેનેજરે ATM  મશીનમાં જઈને જોયું તો સીડીએમ મશીનનો દરવાજો ખુલ્લો હતો

Top Stories Gujarat Others Trending
ATM SBI બેંકનો કર્મચારી લાખો રૂપિયા ATM

જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ SBI બેન્કનો કર્મચારીએ બેંકના ATM મશીનમાં નાંખવાના ૩૮ લાખ રૂપિયા મશીનમાં ન નાંખી પૈસા લઈને છુમંતર થઈ જતા બેન્ક મેનેજરે કર્મચારી સામે સીટી પોલીસ સ્ટેશનમાં ઉચાપતની ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

શહેરના જૂનાગઢ રોડ પર આવેલ SBI બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો વિજય દાણીધારીયા નામના કર્મચારીને આજે બપોરે બેંકના મેનેજર મનોજકુમારે બેંકના ATM મશીનમાં ૩૮ લાખ રૂપિયા મુકવા માટે આપ્યા હતા. ત્યારબાદ બપોરનો રીષેશનો સમય થતાં આ કર્મચારી વિજય જેતપુરની બાજુમાં જ આવેલ પોતાના ગામ વીરપુર જમવા માટે ગયો હતો. રીષેશ પુરી થઈ ગઈ અને ત્રણેક વાગવા આવ્યા, છતાંય વિજય હજુ ન દેખાતા મેનેજરે ATM  મશીનમાં જઈને જોયું તો સીડીએમ મશીનનો દરવાજો ખુલ્લો હતો અને તેમાં પૈસાનું નામોનિશાન ન હતું. આ જોઈ બેન્ક મેનેજરને પેટમાં ફાળ પડી એટલે તરત જ વિજયને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવ્યો. એટલે વારંવાર ફોન કર્યો પરંતુ દરેક વાર ફોન બંધ જ આવતાં. મેનેજરને વિજય ઉચાપત કરી ગયો હોવાનો અહેસાસ થયો. તેમ છતાં વિજય બેંકનો ૧૩ વર્ષ જૂનો કર્મચારી હોવાથી થોડી રાહ જોઈ અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

પરંતુ વિજયનો કોઈ અતોપતો જ ન મળતા મેનેજરે પોલીસને જાણ કરી, બેન્કમાંથી ૩૮ લાખ ગુમની પોલીસને જાણ થતાં જ સીટી પીઆઇ પી.ડી. દરજી પોતાના સ્ટાફ સાથે તરત જ બેંકે પહોંચી ગયા હતાં. અને મેનેજરને સાંભળી એટીએમમાં રહેલ સીડીએમ મશીનની તપાસ કરતા મશીનનો દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો. જેથી પોલીસે બેન્કના કર્મચારી દ્વારા ૩૮ લાખ રૂપિયાની ઉચાપતની મેનેજરની પાસેથી ફરીયાદ લેવા કામગીરી હાથ ધરી હતી.

National / નવજોત સિંહ સિદ્ધુના રાજીનામાનો મામલો સમાપ્ત, પંજાબ કોંગ્રેસની કમાન માત્ર ‘ગુરુ’ જ રાખશે

મુન્દ્રા પોર્ટ ડ્રગ કેસ / NIA ને સોંપવામાં આવી તપાસ,  કેસ નોંધાયા બાદ તપાસ શરૂ

ભરૂચ / મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલના ભરૂચમાં આગમનને લઈ તંત્ર શહેરના ગાબડા છુપાવવામાં વ્યસ્ત