સુરત/ દશેરાના દિવસે વધુ એક દુર્ઘટના, ભટારમાં લિફટ તુટતા એકનું મોત,પાંચ ઘાયલ

સુરતના ભટારના શાંતિવન મીલમાં લિફટ તુટતા એક શ્રમિકનું મોત નિપજ્યુ હતું.જ્યારે અન્ય પાંચ ઈજાગ્રસ્ત થયા છે.બીજા માળેથી લિફ્ટ પડતા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.

Top Stories Gujarat Surat
લિફટ
  • સુરતના ભટારમાં લિફટ તુટતા એકનું મોત,પાંચ ઘાયલ
  • ઘટનામાં એક શ્રમિકનું કરૂણ મોત
  • શાંતિવન મીલમાં લિફટ તુટતા બની ઘટના
  • બીજા માળેથી લિફટ પટકાતા શ્રમિકો ઘાયલ
  • ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

સુરતના ભટારના શાંતિવન મીલમાં લિફટ તુટતા એક શ્રમિકનું મોત નિપજ્યુ હતું.જ્યારે અન્ય પાંચ ઈજાગ્રસ્ત થયા છે.બીજા માળેથી લિફ્ટ પડતા શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યારે ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ભટાર વિસ્તારમાં આવેલા શાંતિવન મિલમાં લિફ્ટ તૂટી પડી છે. બીજા માળેથી લિફ્ટ તૂટી પડતા તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય લોકો ઘવાયા છે. જ્યારે ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકને કમરમાં ઇજા થઇ છે તો કોઇને પગમાં ફ્રેક્ચર થયું છે. આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ગુજરાતમાં અલગ-અલગ અકસ્માતમાં 4 લોકોના મોત

આ પણ વાંચો: PM મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની પાઠવી શુભકામના

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્ર પૂજા કરીને વિજયાદશમીની સર્વે નાગરિકોને શુભકામનાઓ પાઠવી