Not Set/ TATની પરીક્ષાના પેપરનું સિલ અડધુ ખુલ્લું અને ટેપ મારેલું મળી આવતા વિવાદ સર્જાયો

જામનગર, જામનગરમાં TATની પરીક્ષાના સિલ બંધ કવરના પેપરનું સિલ અડધુ ખુલ્લું અને ટેપ મારેલું મળી આવવા વિવાદ સર્જાયો છે. જેને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડના ડી.આર.સરડવા સચિવ એ જણાવ્યું હતું કે,જામનગરમાં સત્યસાઈ યુનિટ 5માં એક બ્લોક ન.2 માં ટેટના પેપરની પ્લાસ્ટિકની કોથળી અર્ધ ખુલ્લી તેમજ ટેપ મારેલી મળી આવી હતી. આ પેપરનું કવર ઓબઝવરની સામે ખોલવામાં આવે […]

Gujarat Others Trending
mantavya 511 TATની પરીક્ષાના પેપરનું સિલ અડધુ ખુલ્લું અને ટેપ મારેલું મળી આવતા વિવાદ સર્જાયો

જામનગર,

જામનગરમાં TATની પરીક્ષાના સિલ બંધ કવરના પેપરનું સિલ અડધુ ખુલ્લું અને ટેપ મારેલું મળી આવવા વિવાદ સર્જાયો છે. જેને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડના ડી.આર.સરડવા સચિવ એ જણાવ્યું હતું કે,જામનગરમાં સત્યસાઈ યુનિટ 5માં એક બ્લોક ન.2 માં ટેટના પેપરની પ્લાસ્ટિકની કોથળી અર્ધ ખુલ્લી તેમજ ટેપ મારેલી મળી આવી હતી.

આ પેપરનું કવર ઓબઝવરની સામે ખોલવામાં આવે છે. આ પ્લાસ્ટિક બેગ અર્ધ ખુલ્લી અને ટેપ લગાવેલ મળી આવતા વિદ્યાર્થીઓંએ ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ કરી હતી.

અધિકારીઓએ સ્થળ પર પહોંચી જાત તપાસ કરતા અર્ધ ખુલ્લી મળી હતી અને તે ફરજમાં બેદરકારી જણાઈ હતી. આ મુદ્દે ઝોનલ ઓફિસરને પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કરેલ છે.

પહેલી નજરે કર્મચારીની સંડોવણી સામે આવી છે. તેમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે. પરીક્ષા રદ નહિ થાય. કારણકે એ ફક્ત એક જ બીલ્ડીંગની ઘટના છે.